Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

રાજપીપળાની બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી ના બનાવટી ડીગ્રી સર્ટીની તપાસમાં દિલ્હીથી મહિલાને પકડી પાડતી જિલ્લા LCB

દેશની જુદી જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બનાવનાર મહિલા સુત્રધારને દિલ્હીથી પકડી નર્મદા એલસીબી ટીમે સફળતા મેળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશની જુદી - જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બેક ડેટમાં બનાવનાર મુખ્ય સુત્રધારને દિલ્હી ખાતેથી નર્મદા એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા .

રાજપીપળા ખાતેની બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં ગત તારીખ ૧૦/૧૨/૨૦૨૧ ના રોજ બનાવટી ડીગ્રી સર્ટી વેરીફીકેશન માટે આવતા તેમજ યુનિવર્સીટની ફેક વેબસાઇટ બનાવેલ હોય યુનિવર્સીટીના રજીસ્ટ્રાર દ્વારા આ બાબતે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અપાઈ હતી,જે ફરીયાદ બાદ હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એ.એમ પટેલ , પોલીસ ઇન્સ્પેકટર ,એલ.સી.બી. તથા તેમની ટીમ કરતાં હોય દરમ્યાન બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીની ફેક વેબસાઇટને ટેક્નીક્લ આધારે વેબસાઇટ બનાવનારની ઓળખ કરવામાં આવી જેંમાં તપાસ દરમ્યાન આ વેબસાઇટ તથા બનાવી ડીગ્રી સર્ટીફીકેટ દિલ્હી ખાતેથી બેઉલા નંદ રેવ બીસી નંદ હાલ) રહે . ૪ - એ , નંબર ૧૪ રાજાપુરી રોડ ઉત્તમનગર , નવી દિલ્હી) નાની રાજાપુરી રોડ ઉત્તમ નગરનાની હોવાનું તપાસ દરમ્યાન બહાર આવેલ હોય જેથી એલ.સી.બી.ની એક ટીમના એ.જે. પટેલ ,પો.સ .ઇ.તેમજ ટિમ દિલ્હી જઇ આ આરોપી બહેનને પકડી આરોપી બહેનના ઘરની ઝડતી તપાસ કરતાં ભારતની અલગ - અલગ ૩૧ યુનિવર્સીટીના ડીગ્રી સર્ટીફીકેટ કુલ -૨૩૭ તથા માર્કશીટો -૫૧૦ તથા ડીગ્રીસર્ટી તથા માર્કશીટ ને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ - અલગ યુનિવર્સીટી તેમ બોર્ડની રબર સ્ટેમ્પ કલ -૯૪ તથા ડીગ્રી સટી તથા માર્કશીટ ઉપર લગાડવાની આવેલ તેમજ અલગ - અલગ એજયુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ -૭ વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા છે . જે તમામ મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે તેમજ આરોપી સાથે સંપર્ક રહેલ ગુજરાતના તથા ગુજરાત બહારના એજન્ટોની તપાસ કાર્યવાહી ચાલુ છે .

(7:51 pm IST)