Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

વડોદરા-હાલોલ રોડ નજીક લસણની થેલીઓની આડમાં લઇ જવાતો પોશડોડાનો જથ્થો ઝડપવામાં આવ્યો

 

વડોદરા:  વડોદરા-હાલોલરોડ પર જરોદ ચોકડી પાસેથી જિલ્લા એસઓજીએ રૃા..૭૪ લાખ કિંમતના નશા માટે ઉપયોગમાં લેવાતો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો  હતો. લસણની થેલીઓની આડમાં લઇ જવાતા પોશડોડા સાથે બેની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે જરોદ રેફરલ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની રાજસ્થાન પાસિંગની બોલેરો પીકઅપ ગાડી આવતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાડીમાં લસણનો જથ્થો ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ જણાઇ હતી. જો કે અંદર શંકાસ્પદ જથ્થો જણાતા લસણની થેલીઓ હટાવીને જોતા પોશડોડા ભરેલા ૧૦ જેટલા થેલા મળ્યા હતાં.

પોલીસે ૧૯૧ કિલો ૫૮૦ ગ્રામ રૃા..૭૪ લાખ કિંમતનો પોશડોડાનો જથ્થોપ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ રૃા.૩૦૨૦૦ કિંમતનું ૧૫૧૦ કિલો લસણ, બે મોબાઇલ, બોલેરો ગાડી મળી કુલ રૃા.૧૧.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ટેમ્પાના ચાલક રાકેશ ઉર્ફે શંકરલાલજી ગાયરી (રહે.બરોઠાગામ બસ સ્ટેન્ડ પાસે, તા.જી.પ્રતાપગઢ, રાજસ્થાન) અને વિનોદ ઉર્ફે રમેશ ટેકાજી મીણા(રહે.રજોરાગામ, તા.જી.પ્રતાપગઢ, રાજસ્થાન)ની અટકાયત કરવામાં આવી હતી.

 

(7:19 pm IST)