Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં આર.ઈ.ગોલ્ડ નામે કંપની શરૂ કરી લોભામણી જાહેરાત આપી લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર પિતા-પુત્ર સહીત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: ડીંડોલીના રીજન્ટ પ્લાઝામાં આર.. ગોલ્ડ નામે કંપની શરૂ કરી પોન્ઝી સ્કીમમાં ત્રણ મહિનામાં ત્રણ ગણા લાભની લાલચ આપી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા કઠેરીયા પિતા-પુત્ર સહિત ત્રણ વિરૂધ્ધ વધુ એક ફરીયાદ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. ડીંડોલીના રીજન્ટ પ્લાઝામાં આર.. ગોલ્ડ નામે ઓફિસ શરૂ કરનાર અજય ચિરંજીલાલ કઠેરીયા અને તેના પુત્ર આકાશ અજય કઠેરીયાએ કંપનીની સ્કીમમાં રોકાણ કરશો તો 3 મહિનામાં 3 ગણા નફાની લાલચ આપી અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા છે. ડીંડોલી પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર વિરૂધ્ધ અત્યાર સુધી બે ગુના નોંધાયા હતા જયારે આજ રોજ વધુ એક ફરીયાદ નોંધાય છે. ઉલ્લેખનીય છે કે આર.. ગોલ્ડ નામે કંપની શરૂ કરનાર પિતા-પુત્રએ પોન્ઝી સ્કીમમાં જમીન દલાલ ગૌતમ ચંદુ પટેલ (રહે. જલારામનગર, પાંડેસરા) ને સ્કીમમાં આઇડી જનરેટ કરવા રૂ. 3500 અને 10 આઇડી જનરેટ કરાવશો તો એક આઇડી દીઠ રૂ. 500 લેખે કમિશન પેટે રૂ. 5,000 કમિશનની લાલચ આપી હતી. ઉપરાંત 100 આઇડી જનરેટ થશે તો રૂ. 200 લેખે વધુ રૂ. 20 હજાર કમિશન મળશે તેવી લાલચ આપી હતી. જેથી ગૌતમે પોતાના નામે, પત્ની અને પુત્ર તથા મિત્રના નામે કુલ 11 આઇડી જનરેટ કરાવ્યા હતા. આઇડી જનરેટ પેટે રૂ. 38,500 ચેકથી ચુકવ્યા હતા. પરંતુ કમિશનની રકમ માટે પિતા-પુત્રએ ધક્કે ચઢાવ્યા હતા. પ્રકરણમાં પોલીસે અજય કઠેરીયાનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવાની અને ભુગર્ભમાં ઉતરી જનાર તેના પુત્ર આકાશની શોધખોળ હાથ ધરી છે

(7:18 pm IST)