Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

સુરત:સરકારી અનાજના ગોડાઉનમાં દરોડા પાડી ત્રણ દુકાનદારોને 18 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

 

સુરત: સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાં ગત દિવસોમાં પુરવઠાતંત્રે દરોડા પાડીને ગ્રાહકોને ઓછુ વજન આપતા તથા ગોડાઉનમાંથી અનાજમાં વધ-ધટ હોવાથી જિલ્લા પુરવઠા અધિકારીએ ઉધનાના ત્રણ દુકાનદારો સહિત 20 વ્યાજભી ભાવના દુકાનદારોને રૃા.18 લાખનો દંડ ફટકારાયો છે. સુરત શહેર અને જિલ્લામાં આવેલી  સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાં ગત દિવસોમાં ગ્રાહકોમાંથી ઉઠેલી ફરિયાદ મુજબ દુકાનદારો નિયત જથ્થા કરતો ઓછો જથ્થો આપી રહ્યા હોવાની ફરિયાદો થતા તપાસ હાથ ધરાઇ હતી. જે જે દુકાનોમાં ગેરરીતિ મળી આવી હતી. ઇન્ચાર્જ પુરવઠા અધિકારી ઉપેન્દ્રસિંહ જાડેજાએ ઉધનાના પરવાનેદાર ભીખા કેશુ વાધેલા ( દુકાન નં.યુ-109 ) ગ્રાહકોને ઓછુ અનાજ આપતો હોવાની ફરિયાદ બાદ રૃા.2.88 લાખનો દંડ ફટકારીને પરવાનો રદ કરી દીધો હતો. ઉધનામાં જ મીનલ જીતેન્દ્ર નાયક ને ત્યાં પણ જથ્થામાં વધ-ઘટ જણાતા 3.07 લાખનો દંડ અન્ય એક અન્ય પરવાનેદાર વિક્રમસિંહ સોંલકીને પણ 3.94 લાખનો દંડ ફટકારાયો હતો. આ સિવાય બીજા 17 દુકાનોમાં પણ નાની મોટી ગેરરીતિ તપાસ દરમ્યાન બહાર આવતા કુલ્લે 20 વ્યાજબી ભાવના પરવાનેદારને રૃા.18 લાખનો દંડ ફટકાર્યો હતો. 

 

(7:17 pm IST)