Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા :રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ: લોકોમાં ફફડાટ

ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 49 કિમી દૂર નોંધાયું:બપોરે 12 વાંગીને 46 મિનિટે આંચકા આવ્યા

વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. આ સિવાય આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 49 કિમી દૂર નોંધાયું છે. આજે મધ્યાહન સમયે 12 વાંગીને 46 મિનિટે આ આંચકા આવ્યા હતા. દેશ આખો આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતનાં વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોની ધરા ધ્રૂજી ઉઠી હતી.

2001માં વર્ષ પહેલા આજના જ દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશે વેર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક ધરા ધ્રુજવા લાગી હતી.

રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં અંદાજે 20 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

(6:48 pm IST)