Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

PCOD નામની બીમારી મહિલાઓને શારિરિક અને માનસિક એમ બન્ને રીતે પરેશાન કરી મુકે

આ રોગને કારણે મહિલાઓ જલદી થાકી જાય છે અને સતત સ્ટ્રેસમાં રહેતી હોય છે

 

અમદાવાદ :  PCOD મહિલાઓમાં જોવા મળતો એક રોગ છે. ઘણી બધી મહિલાઓ આ બીમારીનો શિકાર બનતી હોય છે. આ એક હોર્મોનલ રોગ છે જેનું મુખ્ય કારણ લાઇફસ્ટાઇલ છે. આજની આ લાઇફમાં નાની ઉંમરની છોકરીઓ પણ આ રોગથી પીડાતી હોય છે. 20થી 30 વર્ષની ઉંમરમાં છોકરીઓમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

આ એક એવો રોગ છે જેના કારણે આજના આ સમયમાં હજારો મહિલાઓને પ્રેગનન્સી કન્સિવ થવામાં તકલીફ થતી હોય છે. કારણકે આ રોગનો આ સીધો સંબંધ મહિલાની ઓવરી સાથે જોડાયેલો હોય છે. ઓવરીમાં જો પ્રોબ્લેમ છે તો ગર્ભધારણ કરવામાં અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

સામાન્ય રીતે આ બીમારીનું કોઇ મુખ્ય કારણ આજ સુધી જાણી શકાયુ નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે તમારી ખાણી-પીણીમાં અનેક તકલીફો તેમજ લાઇફસ્ટાઇલમાં અનેક બદલાવને કારણે આ બીમારીની જલદી ઝપેટમાં તમે આવી શકો છો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર કામનો વધારે પડતો સ્ટ્રેસ આ બીમારીનું કારણ બની શકે છે. આ સાથે જ મોડી રાત સુધી જાગવાથી પણ તમે આ સમસ્યાની જલદી ઝપેટમાં આવી શકો છો.

જરૂરી નથી કે દરેક છોકરીઓ અને મહિલાઓમાં પીસીઓડીના લક્ષણો એક સરખા જ જોવા મળે. ઘણાં લોકોને ચહેરા પર વાળ આવવાની સમસ્યા થાય છે તો કોઇના અંગો પર મોટા-મોટા વાળ આવવાના શરૂ થઇ જાય છે. આ સાથે જ ઘણી છોકરીઓ અને મહિલાઓને પીરિયડ્સ સમયે વધારે દુખાવો થાય છે તેમજ બ્લડિંગ આવવામાં પ્રોબ્લેમ્સ થઇ શકે છે. આ સાથે જ ઘણાં લોકોને પીરિયડ્સ મોડા આવવાની સમસ્યા પણ થઇ શકે છે

(6:43 pm IST)