Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

પ્રજાસત્તાક દિનની ઉજવણી, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીએ કર્યું ધ્વજવંદન: શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પરેડ

દેશ આખો આજે 72મો પ્રજાસત્તાક દિન (Republic Day) ઉજવી રહ્યો છે. દેશમાં પ્રજાસત્તાક દિનને લઇને ઉજવણી થઈ રહી છે. ગુજરાત (Gujarat)માં પણ ખાસ રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આજે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર અમદાવાદમાં  72મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં વિવિધ સ્થળોએ આગવા અંદાજમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે કોરોના કાળ અને માસ્ક સોશિયલ ડિસ્ટન્સના નિયમ સરકારી ગાઈડ લાઈનનું પાલન કરી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીએ તિરંગો લહેરાવ્યો હતો. જો કે આજે વહેલી સવારે કડકડતી ઠંડી હોવા છતાં સૌએ દેશભક્તિ પ્રત્યે લાગણીની અનુભૂતિ કરાવી હતીઘ્વજ વંદન નિહાળતા લોકોએ અદ્ભુત અનુભૂતિ માણી હતી.

નોંધનીય છે કે, વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે પ્રજાસત્તાક પર્વમાં મર્યાદિત લોકોની હાજરીમાં પર્વની ઉજવણી થઈ રહી છે.

72 મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પૂજનીય સંતો, ભકતોએ ધ્વજવંદન બાદ ઉદ્દબોધન પણ કર્યુ હતું.

પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન, પરેડ, યોગશિબિર, રમત-ગમત સહિતના કાર્યક્રમ યોજાયા હતા. પ્રજાસત્તાક દિન પર્વમાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા... સહિતના દેશભકિતના ગીતોથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. કોરોનાના પગલે પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં લોકોની ભીડ થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સામાજીક અંતર, માસ્ક વગેરે નિયમનું પાલન કર્યું હતું.

(10:20 pm IST)