Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

વડોદરા બાયપાસ પાસે ટેન્કર અડફેટે બાઇકસવાર પતિ-પત્ની અને બાળકનું મોત : ત્રણ બાળકો ગંભીર

એક બાઇક પર પરિવારના 6 સભ્યો સવાર હતા: ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા

વડોદરા બાયપાસ પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર બેઠલા પતિ-પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે એક બાઇક પર પરિવારના 6 સભ્યો સવાર હતા.

વડોદરામાં બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ટેન્કર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા હતા. બાઇક પર બેઠેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયું છે. જ્યારે બીજા ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, એક બાઈક પર પરિવારના 6 સભ્યો સવાર હતા. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

(7:19 pm IST)