Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

વિરમગામ પંથકમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી

વિરમગામ શહેરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :પ્રજાસત્તાક દિન પર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બાર્ડ વિરમગામ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ગોલવાડી દરવાજા પાસે સરદાર પટેલ પ્રતિમા પાસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રચારક દેવેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું.  
  વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્રિપદા ગુરુકુલમ, આઇપીએસ સ્કુલ, નવયુગ વિદ્યાલય,  કે.બી શાહ વિનય મંદિર, આનંદ મંદિર સ્કુલ સહિતના શૈક્ષણિક સંકુલોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
  26 મી જાન્યુઆરી 72 મા પ્રજાસત્તાક પર્વ પર શહેરના મોટા ભાટવાડા મા શેઠીયા પરિવાર દ્વારા ધ્વજવંદન કરવામા આવ્યુ હતું. પ્રજાસત્તાક પર્વ પર વિરમગામ ટાઉન અને રેલવે પોલીસ મથકમા પોલીસકર્મીઓ એ ત્રિરંગાને સલામી આપી હતી.
  વિરમગામ તાલુકાના વણી ગામ ખાતે જય ગુરુદેવ હાઈસ્કૂલ માં 72 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ હતી. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું.
      અખિલ ભારતીય વિધાર્થી પરિષદ, વિરમગામ શાખા દ્વારા શહેરના ગુજરાત હાઉસિંગના મેદાન મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જ્યા રહેતા સૌથી મોટી ઉંમરના વડીલ માજી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. કાર્યક્રમમા સર્વે કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારબાદ દેશ ભક્તિ ના ગીત પર બાળાઓએ નૃત્ય કર્યું હતું તથા કવીઝ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બાવળા નગર દ્વારા 26મી જાન્યુઆરી ના સંદર્ભે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 45 કાર્યકર્તા સાથે ધ્વજારોહણ અને વક્તવ્ય નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા અમદાવાદ જીલ્લા સંગઠન મંત્રી અમનસિંહ ચાવડા અને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય રાજવીરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં.
     લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા પ્રજાસત્તાક પર્વ પર ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
      વિરમગામ નગરપાલિકા, તાલુકા પંચાયત,  સામાજીક સંસ્થાઓ, વિવિધ ગામોમા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા.
      પ્રજાસત્તાક પર્વ પર બ્રહ્માકુમારી સેન્ટર પર ભારત માતાનુ પૂજન કરવામા આવ્યુ હતું. જેમા સોસાયટી રહીશો તથા યુવા બોર્ડ ના યુવાનો ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત વિરમગામ શહેરમાં વિવિધ વિસ્તારો અને વિવિધ ગામોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

(7:07 pm IST)