Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણ અંતર્ગત વિરમગામ ખાતે માતૃશક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધી સમર્પણ અભિયાન મધ્યસ્થ કાર્યાલય વિરમગામ ખાતે શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણને લઈને માતૃશક્તિ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિરમગામ તાલુકામાંથી મોટી સંખ્યામાં  મહિલાઓ સંમેલનમાં જોડાયા હતા.

  આ સંમેલનમાં વિશ્વ હિન્દુ પરીષદના ઉત્તર ગુજરાત પ્રાંત માતૃશક્તિ સંયોજીકા કેશરબેન જોષીએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બહેનોને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ મહાભિયાન ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમા ઉમાબેન આચાર્ય રાષ્ટ્ર સેવિકા સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા અને વિરમગામ જિલ્લા કાર્યવાહીકા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોએ ટીમ બનાવી દરેક ઘરે સંપર્ક કરવા માટેની યોજના બનાવવામા આવી હતી.

(7:05 pm IST)