Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

સુરતના વરાછામાં ઇન્કમટેક્સ વિભાગની તપાસ હાથ ધરવામાં આવી:જુદી-જુદી પેઢીઓ પર વેરિફિકેશન કરવામાં આવ્યું

સુરત : વરાછા મીની બજાર ખાતે આવેલી દિયોરા-ભંડેરી કોર્પોરેશન પેઢીની ઓફિસ પર સુરત ઈન્કમ ટેક્સ વિભાગની 40 થી વધુ અધિકારીઓના કાફલાએ ચાર દિવસ પહેલા તપાસ હાથ ધરી હતી.કુલ રૃ.19 કરોડનું ટર્ન ઓવર ધરાવતી તથા રફ ડાયમંડના જોબવર્ક સાથે સંકળાયેલી પેઢીના પાંચ ભાગીદારો પૈકી પ્રવિણ લાખાણી,આશિષ તથા ધવલ દિયોરા,ધનશ્યામ ભંડેરી,રાદડીયાની ઓફીસ પર કશું વાંધાજનક મળ્યું નહોતું.પરંતુ પેઢીની અન્ય ત્રણ ધંધાકીય સ્થળોને સકંજામાં લેવામાં આવ્યા હતા.જ્યાંથી 1.50 કરોડની બેહિસાબી રોકડ,10 લાખ ડાયમંડનો જથ્થો તથા પેઢી દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલા 700 જેટલા સ્કેનીંગ મશીનો હાથ લાગ્યા હતા.જે સ્કેનીંગ મશીનોની પેઢીના હિસાબી ચોપડામાં દર્શાવવામાં આવ્યા નહોતા.અલબત્ત પેઢીના ત્રણ ભાગીદારો પ્રવિણ લાખાણી,ઘનશ્યામ ભંડેરી તથા ધવલ દિયોરાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા.તેમણે સ્કેનીંગ મશીનોની કિંમત 3.50 લાખ હોવાનું જણાવ્યું છે.પરંતુ આયકર અધિકારીઓને વાત ગળે ઉતરતી હોઈ મશીનોની કિંમત વધુ હોવા ઉપરાંત રોકડમાં વેચાણ કરીને ટેક્સ ચોરી થતી હોવાની આશંકાના છે. આયકર વિભાગે સર્વેની સર્ચમાં તબદીલ કરી પેઢીના રહેણાંક તથા ધંધાકીય સ્થળોને સકંજામાં લીધા હતા.ગઈકાલે આયકર વિભાગની ટીમે પેઢીના ભાગીદારોના જમીન સંબંધી રોકાણોને  લગતાં થોકબંધ દસ્તાવેજો કબજે કરી વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરી છે.આજે પાંચમા દિવસે સર્ચની કાર્યવાહી મોડી રાતે પુરી જાહેર કરવામાં આવી છે.

(4:59 pm IST)