Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

મહેસાણા તાલુકાના લાલજીનગરમાં ઉકરડામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવતા અરેરાટી મચી જવા પામી

મહેસાણા:તાલુકાના લાલજીનગર ગામ ખાતે ઉકરડામાં ત્યજી દેવાયેલી હાલતમાં અને ઠંડીથી ઠુંઠવાયેલ એક નવજાત શિશુ મળી આવતા ચકચારની લાગણી પ્રસરી છે. સ્થાનિક રહીશો અને જોટાણા ૧૦૮ની ટીમે બાળકને પ્રાથમિક સારવાર આપી મહેસાણા સિવિલમાં ખસેડયું હતું.

મહેસાણાના લાલજીનગર ગામે ઉકરડામાં અજાણી મહિલા દ્વારા ગતરાત્રીએ પોતાનું તાજું જન્મેલ બાળક ત્યજી દેવાયું હતું. વહેલી સવારે ઉકરડા નજીકથી ગામના નિકીતાબેન પટેલ સહિત ગ્રામજનો નીકળતા તેણીએ બાળકને કપડામાં લપેટી ઘરે લઈ જઈ પ્રથમ ઠંડીથી રક્ષણ આપ્યું હતું અને બાળક અંગેની જોટાણા ૧૦૮ને જાણ કરી હતી. બાબતની ૧૦૮ને જાણ થતા ગણતરીની મિનીટોમાં ૧૦૮ના ઈએમટી પાયલબેન ચૌધરી અને પાયલોટ મન્સુર અલીખાન ઘટનાસ્થે પહોચી એમ્બ્યુલન્સમાં ઓક્સીજન અને બીવીએમ કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપી મહેસાણા સિવિલમાં વધુ સારવારઅર્થે ખસેડયું હતું. જ્યાં સિવિલમાં બાળકની હાલત નાજુક હોવાનું ૧૦૮ના સુત્રોએ જણાવ્યુ ંહતું. અંગેની જાણ પોલીસને થતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.

(4:59 pm IST)