Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

સુરતમાં સુખરામ ટેક્સટાઈલ પાર્કમાં આગ ભભૂકી : ચાર માળના ટેક્સટાઈલ પાર્કમાં પ્રથમ માળે આગ

15 જેટલા કામદારો પોતાના જીવ બચાવવા માટે ધાબા પર ચઢી ગયા

સુરતમાં આલેલ સુખરામ ટેક્સટાઈલ પાર્કમાં અચાનક આગ ભભૂકી નિકળતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ભયાનક આગથી બચવા માટે કારખાનામાં કામ કરી રહેલા 15 જેટલા કામદારો પોતાના જીવ બચાવવા માટે ધાબા પર ચઢી ગયા હતા. આ આગની જાણ ફાયરને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે

કડોદરામાં આવેલા ટેક્સટાઈલ પાર્કમાં આગ લાગી હોવાનો ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો. જેના આધારે ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કડોદરા ફાયરબ્રિગેડની સાથે સાથે સુરત ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. સુરત ફાયરની ગાડીઓ પાણી લઈને પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

ચાર માળના ટેક્સટાઈલ પાર્કમાં પ્રથમ માળે આગ લાગી ગઈ હતી. કાપડના જથ્થામાં આગ લાગી ગઈ હતી. જેના પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા જહેમત હાથ ધરવામાં આવી હતી. આગની દુર્ઘટના શોર્ટ સર્કિટના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

(2:02 pm IST)
  • કેન્દ્રના ત્રણ કૃષિ કાનૂનોનાના વિરોધમાં દિલ્હીની ઢાસા બોર્ડરેથી ટ્રેક્ટર રેલીનો સવારે 9:30 વાગે પ્રારંભ થયો છે: રાજસ્થાનના અલવરથી પણ ટ્રેક્ટર રેલી સાથે કિશાનો નીકળી પડ્યા છે. access_time 10:20 am IST

  • 17 હજાર ફૂટ ઊંચે આવેલી ઈન્ડો તિબેટ બોર્ડર ઉપર જવાનોએ ત્રિરંગો લહેરાવ્યો : માઇન્સ 25 ડિગ્રી તાપમાન વચ્ચે ઉમંગભેર 72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી : જયભારત...... access_time 12:34 pm IST

  • દિલ્હીની સરહદે બેરીકેડ તોડીને ખેડૂતોએ કિસાન ટ્રેકટર રેલી શરૂ કરતા અત્યારે સવારે ૧૧-.૩૦ આસપાસ પોલીસે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ટીયરગેસ છોડયો છે અને લાઠીચાર્જ શરુ કર્યો છે. દિલ્હીની ગાજીપુર સરહદે ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ છે. access_time 12:04 pm IST