Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામમાં 72 પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામમાં 72 પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સરપંચ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી દેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તરીકે ગામના સરપંચ રસિકભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઇશ્વરભાઇ સોલંકી, રાજુભાઈ પટેલ, ભગવાનભાઇ પટેલ તથા શિક્ષક સ્ટાફ, ગામના આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
   ટ્રેન્ટ ગામના સરપંચ રસિકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૭૨ માં પ્રજાસત્તાક દિનની ટ્રેન્ટ ગામની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને  કોરોના મહામારીના રોગને ભારતમાતા નાબુદ કરે તેવી પ્રાર્થના (તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(12:33 pm IST)