Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

અમદાવાદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ

સાણંદ તાલુકાના વીંછીયા ગામના "બુથ પ્રમુખ" ચંદુભાઈ કો. પટેલના હસ્તે ઘ્વજવંદન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાણંદ તાલુકાના વીંછીયા ગામના "બુથ પ્રમુખ"  ચંદુભાઈ કો. પટેલના હસ્તે ઘ્વજવંદન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ અને જિલ્લાના સૌ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી ત્રિરંગાને સલામી આપી હતી. જીલ્લાના હોદ્દેદારો –કાર્યકર્તાઓ ઓ હાજર રહી ધ્વજવંદનનો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવ્યો હતો. તેમ અમદાવાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી મીડિયાસેલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

(12:32 pm IST)
  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST

  • ભારતમાં કોરોના હારવા લાગ્યો: આજે સવાર સુધીમાં દેશમાં નવા ૯,૧૦૨ કોરોના કેસ થયા છે, ૧૧૭ નવા મૃત્યુ ને ૧૫૯૦૧ સાજા થયા છે access_time 11:09 am IST