Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ડેડીયાપાડાના ગોપાલીયા ગામમાં જુગાર રમતા આઠને પોલીસે રેડ દરમિયાન રૂ.5,220ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ગોપાલીયા ગામમાં જુગાર રમતા ઇસમોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા પીએસઆઇ એ.આર ડામોરના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે ગોપાલીયા ગામના બસ સ્ટેન્ડ ફળિયામા ભીખા ભાઇ ગવલાભાઇના ખેતરના શેઢા પર વાંસની આડાસમા હારજીતનો જુગાર રમતા અશ્વિન ગુરજીભાઇ વસાવા,મનિષ તુલસીભાઇ વસાવા, મહેંદ્ર રણછોડભાઇ વસાવા, સામ સિંગ કોટનીયાભાઇ વસાવા, ભીમ સિંગ રામજીભાઇ વસાવા, જેસિંગ મનજીભાઇ વસાવા,સુરેશ કોટનીયા ભાઈ વસાવા અને નરેશ નરસિંહ ભાઇ વસાવા તમામ (રહે- ગોપાલીયા )ને કુલ રૂ.5220 સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.

(12:47 am IST)
  • દિલ્હીમાં અક્ષરધામ પાસે પોલીસ સાથે નીહંગ સરદાર તલવાર સાથે અથડામણમાં આવી ગયા હતા.પત્રકાર સુશ્રી મિલન શર્માએ ટ્વિટર ઉપર શેર કરેલો વિડિયો, તસ્વીર access_time 12:45 pm IST

  • બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને ગણતંત્ર દિવસની ભારતને શુભેચ્છા પાઠવી : પોતે હાજર રહી ન શક્યા તે બદલ અફસોસ વ્યક્ત કર્યો access_time 12:53 pm IST

  • દસ્તાવેજો અમેરિકી સંસદને સુપ્રત: અમેરિકાના પૂર્વ મુખ્યમંત્રી ડોનાલ્ડ ટ્રમ્પને impeachment કરતા દસ્તાવેજો અમેરિકી સંસદને સુપ્રત કરવામાં આવ્યા છે access_time 11:07 am IST