Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

વલસાડ આરટીઓ ઓફિસને ગંદકીમાંથી કોણ 'આઝાદ 'કરશે ?

વડાપ્રધાન મોદી પણ સ્વછતા અભિયાન માટે લોકોને અપીલ કરે છે પણ વલસાડ આરટીઓ ગંદકી દૂર કરવા માગતું જ નથી !!

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડની આરટીઓની વર્ષે કરોડની આવક થતાં છેલ્લા છ મહિનાથી શૌચાલય ઉભરાઈ ભરપૂર ગંદકી ફેલાવવા છતાં તેને રીપેરીંગ કરવાની ફુરસદ આરટીઓ કચેરીના કર્મચારીઓને મળતી નથી. જેના કારણે આરટીઓમાં કામ લઇ આવનારા અરજદારો ને ભારે  તકલીફ વેઠવી પડી રહી છે.

  વલસાડ આરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક શૌચાલય રીપેરીંગ કરાવે તેવી અરજદારોમાં માંગ ઉઠવા પામી છે.વલસાડ શહેરના ધરમપુર રોડ પર જિલ્લા આરટીઓ કચેરી આવેલી છે. આ આરટીઓ કચેરીમાં રોજેરોજ અરજદારો મોટા પ્રમાણમાં ટુવિલર ફોરવીલર થ્રીવિલર, બસ, ટ્રક, ડમ્પર  કે અન્ય વાહનો માટે  લાઇસન્સ, વાહનોના નંબરો, પાર્સિંગ, નામ ટ્રાન્સફર, કે અન્ય કામો કરાવવા માટે અરજદારો આવતા હોય છે. વલસાડ આરટીઓ કચેરીની વર્ષે દહાડે  કરોડોની આવક થતી હોય છે

  . વલસાડ આરટીઓ કચેરીમાં અરજદારો માટે ભોય તળિયે શૌચાલય બનાવવામાં આવેલું છે પરંતુ છેલ્લા છ મહિનાથી શૌચાલય  ઉભરાઈ તેમાંથી મળ મૂત્ર  પાણી અંદર ફેલાતા અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. તેમ છતાં વલસાડ આરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ ને તેને જોવાની કે રીપેરીંગ કરવાની ફુરસદ મળતી નથી. જેના કારણે આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. વલસાડ આરટીઓ કચેરીમાં ઉભરાતાં શૌચાલય ને તાત્કાલિક રીપેરીંગ કરાવે તેવી અરજદારોમાં બૂમરાણ ઉઠવા પામી છે.

(9:40 pm IST)