Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરે એકાદશી પર્વે ફળોત્સવ...

ભુમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર અમદાવાદ ખાતે પુત્રદા એકાદશી ના પાવન સંધ્યાએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં સંતરા - ફળોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ૫૦૦ કિલો કરતાં વધારે સંતરાની સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ કલાત્મક સજાવટ કરવામાં આવી હતી. સંધ્યા આરતી દર્શન સમયે શ્રદ્ધાળુ - ભાવિકોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો

એલ.જી.હોસ્પીટલના દર્દીઓ સુધી શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીની પ્રસાદી પહોંચે અને તેમને શ્રીજીમહારાજ સુખાકારી બક્ષે એવા શુભઆશયથી ભવ્ય  ફળોત્સવ ઉજવાયો. ૫૦૦ કીલોથી વધુ સંતરા - ફળોનો ઉત્સવ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

જે રીતે અન્નકૂટમાં વાનગીઓ બનાવીને પ્રભુ સમક્ષ કલાત્મક સજાવટ કરી ધરાવવામાં આવે છે, તેવી રીતે ભગવાનની અસીમ પ્રસન્નતા માટે

ફળોત્સવ કરીને સંતો સેવા કરતા હોય છે.

વર્ષનું મહત્વ સંતો તથા હરિભક્તોમાં વધારે રહ્યું છે. ભલે વૈશ્વિક મહામારી કોરોના લોકોને હંફાવી અને ડરાવી દીધાં છે. પરંતુ પ્રભુના ભક્તો માટે ખાસ વાત છે કે વર્ષે તેમને સવિશેષ ભક્તિ કરવા મળી છે. પ્રભુ ભક્તિ કરી અને પુણ્યનું ભાથું બાંધવામાં વ્યસ્ત થયા છે. આવા વિકટ પરિસ્થિતિમાં પણ ભકતો ઉત્સાહ અને ભક્તિમાં તરબોળ થઈ તે તે ઉત્સવનો આનંદ ઘરબેઠા માણે છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણા - માર્ગદર્શન સહ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના સમક્ષ સંતોએ ભક્તિ ભાવથી ૫૦૦ કિલો કરતાં વધારે સંતરાં કલાત્મક સજાવટ કરી ધરાવ્યા હતાં. ફળોત્સવમાં સ્થાનિક સંતો જોડાયા હતા અને કોરોના માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જોકે મંદિરમાં જે રીતે ફળોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેનાં ઓનલાઇન દર્શન કરી સૌ ભકતો તથા ભાવિકો પણ પ્રસન્ન થઈ ગયા હતા.

ખાસ વાત છે કે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને ધરાવેલ તમામ ૫૦૦ કિલો કરતાં વધારે  સંતરા - ફ્રૂટોનું નાની થેલીમાં પ્રસાદરૂપે પેકીંગ કરી અમદાવાદની એલ.જી. હોસ્પીટલમાં ફ્રૂટ વિતરણની અમૂલ્ય સેવા  સ્વયંસેવકો ઉત્સાહભેર કરીને વિતરણ વ્યવસ્થામાં ભાગ લેશે.

 

 

(9:08 pm IST)