Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

વિરમગામમાં આસ્થા સ્કુલ દ્વારા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું

ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા  દ્વારા ) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આસ્થા સ્કુલ દ્વારા સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું હતું. ધ્વજવંદન કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે લાયન્સ ક્લબ ઓફ વિરમગામના ગાર્ડનમાં આસ્થા સ્કુલ દ્વારા સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(8:14 pm IST)