Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

બિરસા મુંડા ભવન ગાધીનગર ખાતે ગેરલાયક ઠરેલ આદિવાસીઓને દુર કરવા ધરણા પ્રદર્શન: આદિવાસી ઓને સાંસદ મનસુખ વસાવાનું સમર્થન

આદિવાસીની ન્યાયહિતની લડતમા સર્વે આદિવાસી સમુહદાયના આગેવાનો ,ધારાસભ્યો, સાસંદો, નગરપાલિકાના રદસ્યો,કાયૅકરો વિવિધ સંગઠનોને સાસંદ મનસુખ વસાવાએ લડતમા સહભાગી બની જોડાવવા અનુરોધ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગાધીનગરના બિરસા મુડા ભવન ખાતે ખોટા આદિવાસી જાતીના પ્રમાણ પત્રો મેળવીને સરકારી નોકરીમાં પસંદગી પામેલાઓ દ્વારા થતા દેખાવ અને ધરણા કાયૅકમોનો વિરોધ કરવા અને ગેરલાયક ઠરેલ ખોટા આદિવાસીઓને દુર કરવાની માંગણીને લઈ સાચા આદિવાસીઓ મોટી સંખ્યામાં ગાધીનગર એકત્રીત થઈ આક્રોશભયૉ વિરોધ પ્રદર્શન ધરણાં કરી રહ્યા છે.

   હાલમાં LRD ભરતીમા RBCના દબાણમા આવી ખોટા આદિવાસી ઓને નોકરીઓ આપવાની શરૂઆતને લઈ આદિવાસીઓમા સરકાર સામે ભારે રોષ ભભૂક્યો છે

  ભરૂચ સાસંદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગાંધીનગરમા ગેર- લાયક ઠરેલ ખોટા આદિવાસીના પ્રમાણપ્રત્ર રદ કરવાના મુદ્દે આપણા જાગૃત આદિવાસી આગેવાનો ધરણા પર બેઠા છે,તેમની માંગણી સમગ્ર આદિવાસી સમાજના હિતમાં છે તેથી તેમને મારુ સંપૂર્ણ સર્મથન જાહેર કરુ છુ અને સર્વે ગુજરાતના આદિવાસી આગેવાનો,તમામ રાજકીય પક્ષના કાયૅકરો તેમજ ચૂંટાયેલા સંરપચો, તાલુકા,જિલ્લા પંચાયત અને નગર પાલિકાના ચુટાયેલા સભ્યો ધારાસભ્યો, સાસંદ સભ્યો તથા સમાજના વિવિધ સંગઠનોને અપીલ કરુ છુ કે તમે બધા પણ સમાજના હિતમાં તમારુ સર્મથન જાહેર કરો તેવી આશા રાખુ છુ. અને અનુકુળતા એ ધરણા પર પણ બેસવા અપીલ કરી હતી.

(8:10 pm IST)