Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

પાટણ જિલ્લાકક્ષાના પ્રજાસતાક દિનની રાધનપુરની આદર્શ વિદ્યાલયમાં ઉજાવણી

રિલાયન્સ ફાઉન્ડેશનને જિલ્લામાં લોકહિત અને ગ્રામીણ વિકાસમાં સુંદર કાર્યો બદલ પ્રોત્સાહિત કરાઈ

પાટણ જીલ્લામાં ૭૧ માં પ્રજાસતાક દિન નિમિતે રાધનપુરની આદર્શ વિદ્યાલયમાં જીલ્લા કક્ષાનો કાર્યક્ર્મ યોજાયો જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પાટણ જિલ્લામાં વિકાસ લક્ષી કાર્ય કરનારી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ જેમાં રીલાયન્સ ફાઉન્ડેશન રાધનપુરને પાટણ જીલ્લામાં લોકહિત અને ગ્રામીણ વિકાસ માં સુંદર કાર્યો કરવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં ખાસ કરી ને જાગૃતી કાર્યક્રમો તાલીમો ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન GPDP જળશકિત અભિયાન સ્વચ્છતા હો સેવા તેમજ ઘન કચરાના નિકાલ માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમમાં સરકાર સાથે સંકલન માં સુંદર કાર્ય કરવા માટે પાટણ જીલ્લા ની બેસ્ટ સંસ્થા તરીકે પ્રોત્સાહિત કરેલ હતી

  આ કાર્યક્રમ માં સામાજિક સુરક્ષા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર પાટણ જીલ્લા કલેકટર  આનંદ પટેલ , પાટણ જીલ્લા વિકાસ અધિકારી ડી કે પારેખની અધ્યક્ષતામાં રીલાયન્સ ફાઉન્ડેશન ની ટીમ ને પ્રોત્સાહિત કરી રીલાયન્સ  ફાઉન્ડેશન ને પ્રમાણપત્ર એનાયત કરેલ એવું વ્રજલાલ રાજગોરની યાદીમાં જણાવેલ હતું .

(8:07 pm IST)