Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

વિરમગામ શહેરમાં ત્રિપદા સ્કુલ દ્વારા ૨૬મી જાન્યુઆરીએ તિરંગા યાત્રા કાઢવામાં આવી

૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર ફરી દેશ ભક્તિનો સંદેશ આપ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ત્રિપદા સ્કુલ તથા ભોજવા ત્રિપદા ગુરુકુલમના ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા સ્વરૂપે વિશાળ રેલી યોજી હતી. ૨૬મી જાન્યુઆરીએ આયોજિત આ તિરંગા રેલી વિરમગામ શહેરના રાજમાર્ગો પરથી ફરી હતી અને દેશ ભક્તિનો સંદેશ આપ્યો હતો

 . તિરંગા યાત્રામાં દેશ ભક્તિના ગીતો, ભારત માતા, સૈનિકો, નેતાજી સહિતના વેશભૂષા યોજવામાં આવી હતી. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો, ભારત માતા કી જય, વંદે માતરમ નારા સાથે વિઘાર્થીઓ  વિરમગામમાં દેશ ભક્તિ મય વાતાવરણ બનાવી દીધુ હતુ. શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી લેખક, કવિઓ, ઉદ્યોગપતિઓ સહિતના મહાન વિભુતિઓના પ્લે કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

 જૈન વાડી ખાતે ત્રિપદા સ્કુલનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપદા સ્કુલ તથા ભોજવા ત્રિપદા ગુરુકુલમના ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથેની તિરંગા યાત્રાએ વિરમગામ શહેરમાં આકર્ષણ જમાવ્યું  હતું.

(5:00 pm IST)