Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

સમી તાલુકામાં ખેડૂતોના હિત માટે કાર્ય કરવા ખેડૂત ઉત્પાદક કંપનીની રચના કરવા માટે 15 ગામોના આગેવાનો સાથે મીટીંગ યોજાઈ

રીલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં નાબાર્ડના સહયોગથી સમી તાલુકામાં ખેડૂત ઉત્પાદન કંપનીની રચના કરવા બેઠક મળી

સમી માર્કેટિંગ યાર્ડના હોલમાં સમી તાલુકાના પંદરેક ગામોના ખેડૂત આગેવાનો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ખેડૂત કંપની બનાવવા માટેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી જેમાં હાલના સમયમાં જે રીતે સંગઠન સિવાય વિકાસનો કોઈ વિકલ્પ નથી તેને ધ્યાનમાં રાખીને નાબાર્ડ પાટણના સહયોગથી બનાસ ફામૅસ પ્રોડ્યુસર કંપની રાધનપુર અને વઢિયાર ખેડૂત ઉત્પાદક કંપની શંખેશ્વર દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી એક નવી ફાર્મર પ્રોડ્યુસર કંપની ઊભી થાય તેને ધ્યાનમાં રાખીને 15 ગામના 35 આગેવાનો સાથે પ્રોડયૂસર કંપનીના ફાયદા, બંધારણ, કઈ રીતે રચના કરવી, સરકાર તરફથી શુ શુ ટેકો મળી શકે,  ખેડૂતોની શું ભૂમિકા સુ હોઈ શકે, આગેવાનો શું કરી શકે,  સભાસદોને શેર ખરીદવાની પદ્ધતિ,  પ્રોડયુસર કંપનીનું માળખું, નીતિ નિયમો ઉપરાંત કોમોડિટી અને વેચાણ વ્યવસ્થા પ્રોસેસિંગ અને પ્રોડક્ટ બનાવવા વિશે ની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ ભવિષ્યમાં ખેડૂતલક્ષી  કેવા કેવા કામ થઈ શકે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી

  જેમાં વસુંધરા ફાઉન્ડેશનમાંથી આવેલ હરગોવનભાઇ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ કે સમગ્ર વિસ્તારમાં આગૅવાનૉનીનુ શુ ભુમિકા હોય છે,  આગેવાનો પોતાના વિસ્તારની કેવી રીતે આગળ લઈ જઈ શકે વિસ્તારના અને ખેડૂતોના વિકાસમાં આગેવાનો નુ યૉગદાન શું હોઈ શકે તેમજ તેને આનુસાગિક બાબતોની મુદ્દાઓની વિશેષ ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની રાધનપુર તરફથી કાનજીભાઈ રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ જયરામભાઈ રબારી નીરપતસિંહ કીરાર હાજર રહેલ  તેમજ માર્કેટયાર્ડના ચેરમેન બાબુજી ઠાકોર,  મોતીભાઈ તેમજ અન્ય 35 આગેવાનો હાજર રહેલા એવું વ્રજલાલ ભાઈ રાજગોર ની યાદીમાં જણાવેલ છે

(5:05 pm IST)