Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

રાજપીપળા નગરપાલિકા ખાતે PMAYના લાભાર્થીઓ પાસે રાષ્ટ્રહિત માટે મહત્વના શપથ લેવડાવાયા

રાજપીપળા પાલિકા ખાતે ૭૧માં પ્રજાસત્તાક દિને લાભાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક નહિ વાપરવા, સમુદાયોમાં શાંતિ,સુમેળ અને સુસંગત જીવનને પ્રોત્સાહન આપવા શપથ લીધા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા ખાતે ૨૬મી જાન્યુઆરી ૭૧ માં પ્રજાસત્તાક દિને અંગીકાર અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને શપથનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા
  પાલિકાના અધિકારી, પદાધિકારીઓ, સદસ્યોની હાજરીમાં શપથ લેવડાવ્યા જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નહિ વાપરવા, સમુદાયોમાં શાંતિ,સુમેળ અને સુસંગત જીવનને પ્રોત્સાહન આપવા, મહિલા, બાળકો અને વૃદ્ધોની રક્ષા કરવા, પાણીના દરેક ટીપાંને બચાવીને પાણીનું જતન કરી તેનો વ્યય નહીં કરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા, ઉર્જાનો બગાડ નહીં કરવા,વીજળીનો બચાવ કરવા,વધુ વૃક્ષ વાવી પર્યાવરણ નું રક્ષણ કરવા,ભીના અને સુકા કચરા નો અલગથી નિકાલ કરવા સહિતના સંકલ્પ લેવડાવ્યા હતા.

(4:54 pm IST)