Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

અમદાવાદમાં સોલાગામમાં ઝાડ પર લટકતો યુવાનનો મૃતદેહ મળ્યો : ઝારખંડનો ૧૮ વર્ષનો યુવક હોવાનું બહાર આવ્‍યું : મૃતક યુવાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇટ પર કામ કરતો હતો : ઘટના સ્‍થળે પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી

અમદાવાદના સોલામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. મળતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક વ્યક્તિ આવાસની સાઇટ પર કામ કરતો હતો. યુવકે કયા કારણસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.

પ્રાથમિક માહિતી એવી છે કે અમદાવાદના સોલા વિસ્તારમાં એક આવાસની સાઈટ પર કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક યુવકની ઝાડ પર લટકતી લાશ જોવા મળી હતી. આ મૃતક ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું છે. સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

(2:09 pm IST)