Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

આણંદમાં 26 જાન્યુઆરીને લઈને પરેડના રિહર્સલ દરમિયાન વિદ્યાર્થીનું કરૂણમોત

કરમસદ સરસ્વતી હાઈસ્કૂલના ધોરણ-9ના વિદ્યાર્થી સુયોગ સોનીનું મોત

આણંદમાં 26મી જાન્યુઆરીના રિહર્સલ દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કરમસદ સરસ્વતી હાઈસ્કૂલના ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત થયું છે. સ્કૂલમાં 26મી જાન્યુઆરીના પરેડને લઈને વિદ્યાર્થીઓ રિહર્સલ કરી રહ્યા હતા

   આ દરમિયાન સુયોગ સોની નામના વિદ્યાર્થીને અચાનક ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો. વિદ્યાનગર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

(1:00 am IST)
  • ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ નજીક પાંચ રોકેટ ઝિંકાયાનું એએફપી ન્યુઝ એજન્સીએ જણાવ્યું છે access_time 11:23 pm IST

  • ચૂંટણી જંગ વધુને વધુ તીવ્ર બનતા રાજકીય ગરમી : દિલ્હી : વાયફાઇ ઉપર ભાજપ અને આપ વચ્ચે હાઇફાય જંગ : આઠમી ફેબ્રુઆરીના દિને મતદાન પહેલા હવે સામસામે જોરદાર આક્ષેપબાજીનો દોર : ચૂંટણીને લઇને બધી તૈયારી access_time 3:38 pm IST

  • રાજસ્થાન ધારાસભામાં નાગરિકતા કાનૂન વિરુદ્ધ પ્રસ્તાવ પાસ : આ પ્રસ્તાવ પાસ કરનારા રાજ્યો તરીકે કેરળ અને પંજાબ બાદ રાજસ્થાન ત્રીજું રાજ્ય બન્યું access_time 7:51 pm IST