Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત: નાગરિકતા સંશોધન કાયદા બાદ પ્રથમ કિસ્સો

પોલીસ 11 જેટલા લોકોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવા કાર્યવાહી કરશે

 

અમદાવાદ : અમદાવાદમાં બિનકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની SOG દ્વારા અટકાયત કરાઈ છે. CAA લાગુ થયા બાદનો પ્રથમ કિસ્સો છે જેમાં સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની બે ટીમ દ્વારા શહેરનાં ચંડોળા તલાવ અને તેની આસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું  11 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા છે SOGનાં આસિસ્ટન્ટ કમિશ્નર બી.સી સોલંકીએ જણાવ્યું કે, ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કામ કરતા હતા. તેઓ ભારતીય નાગરિક હોવાનાં કોઇ પુરાવા રજુ કરી શક્યા નથી.પોલીસ તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.

જો કે તમામને બાંગ્લાદેશ ડિપોર્ટ કરતા પહેલા કોઇ ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ ઉપરાંત CAA વિરુદ્ધ શાહઆલમમાં થયેલા તોફાનોમાં પણ કોઇની સંડોવણી છે કે કેમ તેની પણ પુરતી તપાસ કરવામાં આવશે. ગુજરાતમાં બિનકાયદેસર રહેતા વિદેશી વસાહતીઓમાં સૌથી વધારે પાકિસ્તાની હિન્દુઓ અમદાવાદમાં રહે છે. ત્યાર બાદ બાંગ્લાદેશી મુસ્લિમનો આવે છે. ગત્ત મે મહિનામાં એસઓજી દ્વારા 47 જેટલા બિનકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા હતા. જે પૈકી મોટા ભાગનાંને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા.

(12:23 am IST)