Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

અમદાવાદની પ્રખ્યાત માણેકચોકની ખાણી પીણીની રાત્રી બજાર સોમવારથી પાંચ દિવસ માટે રહેશે બંધ

રસ્તા સહિતના કામ માટે માર્કટ બંધ રખાશે : દિવસ દરમિયાન આ બજાર ખુલ્લુ રહેશે.

 

અમદાવાદમાં ખાણી પીણીની પ્રખ્યાત માણેકચોકની રાત્રી બજાર પાંચ દિવસ માટે બંધરાખવા મ્યુનિસિપલ કોર્પોરેશને  નિર્ણય લીધો છે.રસ્તા સહિતના કામ માટે માર્કટને પાંચ દિવસ બંધ રાખવામાં આવશે. જો કે દિવસ દરમિયાન બજાર ખુલ્લુ રહેશે.

   બજારમાં સવારે શાકભાજી, બપોરે સોના ચાંદી બજાર અને રાત્રે ખાણી પીણી બજારમાં ફેરવાઈ જાય છે. સ્વાદના શોખીનો માટે માણેક ચોક એક ઉત્તમ જગ્યા છે. જો કે રસ્તાના રિપેરિંગ માટે સોમથી શુક્ર બંધ રહેશે. 25 કરોડના ખર્ચે નવા રોડ બનાવવામાં આવશે. પહેલા 2002માં તોફાનો વખતે બજાર થોડા દિવસો બંધ રહ્યું હતું ત્યારથી લઈને 17 વર્ષ દરમિયાન બજાર ક્યારેય બંધ રહ્યું નથી.

   તાજેતરમાં અમદાવાદના મેયર સહિતના મહાનુભાવોઓ રાત્રે ખાણી પીણીની મજા લેવા માણેક ચોક આવ્યા હતા. ત્યારે સ્થાનિક કોર્પોરેટરે તેમને ખરાબ રસ્તા અંગે અવગત કરાવ્યા હતા. જેને લઈને મેયરે તાત્કાલિક બજારના રસ્તા રિપેર માટે સ્પેશિયલ બજેટમાથી રસ્તાના રિપેરિંગ માટે રકમ ફાળવી હતી. રસ્તાના રિપેરિંગ બાદ બજાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

(12:15 am IST)