Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

નર્મદા LCB એ આમલી ગામથી ઇંગલિશ દારૂ તેમજ બાઈક મળીને ૧૯ હજારના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ (IPS)ના માર્ગદર્શન અને સુચના હેઠળ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.પોલીસ સ્ટાફ મારફતે જીલ્લામાં પ્રોહીબીશનની બદી નાબુદ કરવા સ્ટાફને આપેલ સુચના અનુસાર એ.એસ.આઇ.રવિંદ્ર ભાઇની મળેલ બાતમીના આધારે કનુભાઇ બાબર ભાઇ વસાવા (રહે. ડાભવણ, તા. ડેડીયાપાડા જી.નર્મદા )  રાજનભાઇ પુનીયાભાઇ વસાવા (રહે.થાણા ફળીયા પ્રતાપનગર તા.નાંદોદ જી.નર્મદા )નાને ત્યાં દારુ આપવા જતા કુલ્લે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારુના ક્વાટરીયા નંગ ૮૫ કિ.રૂ.૮૫૦૦ તથા મોસા-૧ કિ.રૂ.૧૦,૦૦૦ તથા મો.ફોન નંગ -૧ કિ.રૂ. ૫૦૦ મળી કુલ.૧૯,૦૦૦ના મુદ્દા માલ સાથે પકડાઇ જઇ તથા આ દારૂ ભુપેંદ્રભાઇ ઉર્ફે ભુપો ભંગાભાઇ પાડવી (રહે.નવાપાડા,તા.અક્કલકુવા જી.નંદુરબાર ના) ઓ પાસેથી લાવેલ હોવાનું જણાવતા આ ત્રણેય આરોપી વિરૂધ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

(9:45 pm IST)