Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમદાવાદના સિંધી માર્કેટની ત્રણ કાપડની દુકાનોમાં ભીષણ આગ : ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે

ગીચ વિસ્તાર અને એકદમ સાંકડી ગલીઓ હોવાથી આગ બુઝાવવામાં મુશ્કેલી

અમદાવાદ : શહેરના કાલુપુર વિસ્તારના પાંચકુવા પાસે આવેલા સિંધી માર્કેટમાં ભીષણ આગ લાગી છે. બજારમાં આવેલી ત્રણ કાપડની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ગીચ વિસ્તાર અને એકદમ સાંકડી ગલીઓ હોવાથી આગ બુઝાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જોકે રાહતની વાત એ છે કે કોઇ જાનહાની થયેલ નથી.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારના પાંચકુવા ફાયર સ્ટેશન પાસે આવેલી સિંધી માર્કેટમાં આવેલી ત્રણ દુકાનમાં આગ લાગી છે. આગની માહિતી મળતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ વધુ પ્રસરે નહીં અને કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી છે. આ આગ રાતના 9.05 કલાકે લાગી હતી. નાઇટ કર્ફ્યુ હોવાથી કોઇ જાનહાની થઇ નથી. ઘટના સ્થળે 35 ફાયર વિભાગના સ્ટાફ અને 4 અધિકારીઓ હાજર છે. તેઓએ ઘટના સ્થળેથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પ્રાથમિક તારણમાં આગ શોર્ટ શર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.

(12:30 am IST)