Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે આ દિવસ નિમેતે રાજપીપળા 108 એમ્બ્યુલન્સ ટિમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં રાજપીપળા 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ અને બાળકોને તેમજ ફરજ પર હાજર ડૉક્ટર,સ્ટાફ નર્સ, દર્દીના સગાને ચોકલેટ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.

 આ પ્રસંગે 108 ના EMT તેમજ 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ ટીમના કર્મચારીઓ હાજર રહ્યા હતા.108 ના પાયલટ દિલીપ તડવી સંતાક્લોઝ બની બાળકો નું મનોરંજન પૂરું પાડી ચોકલેટ વિતરણ કરી હતી.

(10:14 pm IST)