Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ABVPના 66માં રાષ્ટ્રીય અધિવેશનમાં વિરમગામના કાર્યકર્તાઓ ઓનલાઇન જોડાયા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના રાષ્ટ્રીય અધિવેશનનો નાગપુર ખાતે પ્રારંભ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું 66મુ રાષ્ટ્રીય અધિવેશન નાગપુર મહારાષ્ટ્ર ખાતે 25 - 26 ડિસેમ્બરના રોજ યોજાય રહ્યુ છે. કોરાના ના કારણે ફક્ત 70 પદાધિકારી ની હાજરીમા યોજાઈ રહેલ આ અધિવેશન ભારતભરના રાજ્યોના આશરે 3500 નગર મા 150000 વિદ્યાર્થીઓ જીવંત પ્રસારણ માધ્યમથી જોડાયા છે.             

વિરમગામ મુકામે ધર્માજીવન હાય સ્કૂલ મુકામે વિરમગામ નગર ના 25 કાર્યકરો આ રાષ્ટ્રીય અધિવેશન મા જીવંત પ્રસારણ માધ્યમ થી જોડાયા હતા. નાગપુર મુકામે નવનિર્મિત રાષ્ટ્રીય અધ્યક્ષ છગનભાઈ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી શુ.શ્રી નિધિબેન ત્રિપાઠી એ.બી.વો.પી. ના કાર્યો નો અને વિશેષતા નો પરિચય આપ્યો હતો મુખ્ય વક્તા તરીકે  ભૈયાજી જોશી (સરકાર્યવાહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) નવ ભારત, સ્વાભિમાન સભર ભારત ના પુનઃ નિર્માણ ના સક્રિય ભૂમિકા નિભાવવાનું યુવાનોને આહવાહન કર્યું હતું. સ્વાવલંબી, સ્વાભિમાન સભાર ભારતના પુનઃ નિર્માણ મા સહભાગી થવા  આહવાહન કર્યું હતું તેમ એબીવીપી અમદાવાદ જીલ્લા અધ્યક્ષ તેજશભાઇ વજાણીએ જણાવ્યું હતું.

(6:35 pm IST)