Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વિરમગામ ખાતે સુશાસન દિવસ ઉજવણી અંતર્ગત ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો

વિરમગામના સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસેને  કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા ‘’સુશાસન દિવસ’’  તરીકે ઉજવવામાં આવે છે ત્યારે  તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ‘’પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’’ અંતર્ગત સાતમા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવા તથા રાજ્ય સરકાર દ્વારા ‘’સાત પગલાં ખેડૂત કલ્યાણ’’ ના કાર્યક્રમ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ તેમજ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ/ખેડૂતોને સાધનસામગ્રી તથા સહાય વિતરણ અર્થે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાઓમાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

 વિરમગામ ખાતે અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશભાઈ પટેલ ની આગેવાનીમાં, પૂર્વ ધારાસભ્ય  ર્ડા તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય  વજુભાઈ ડોડીયા, વિરમગામ તાલુકાના મહામંત્રી દીપકભાઈ પટેલ , રમેશભાઈ કોળી પટેલ, વિરમગામ પ્રાંત સુરભી ગૌતમ, ટી. ડી. ઓ ,મામલતદાર તથા અધિકારીઓ , મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 પરમ શ્રધ્યેય અટલબિહારી બાજપાઈજીના જન્મજયંતિએ ’સુશાસન દિવસ’ નિમિત્તે , "પી.એમ કિસાન સન્માન નિધિ" ના ખેડૂતોના કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ૯ કરોડ ખેડૂતો ના ખાતા માં ડાયરેક્ટ ૧૮ હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા , તથા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી પણ ઈ માધ્યમ થી 148 તાલુકામાં સીધા ઓનલાઈન જોડાયા અને સાત પગલાં ખેડૂત કલ્યાણ ના લાભો આપ્યા હતા. આજેગુજરાત ના  ૫૧,૦૦૦ (એકાવન હજાર ) બુથો પર આ કાર્યક્રમ  ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો દ્વારા ખેડૂતો ને લાઈવ બતાવવામાં આવ્યો હતો તેમ પુર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું.

(6:34 pm IST)