Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમદાવાદ ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેનેજમેન્‍ટમાં વિવાદઃ અમેરિકન આર્કિટેક્‍સ લુઇસ કાહ્ય દ્વારા નિર્મિત જુની હોસ્‍ટેલની ઇમારત તોડી પાડવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓનો વિરોધ

અમદાવાદઃ ભારતના ટોપ મેનેજમેન્ટ સંસ્થાઓમાં સામેલ ઈન્ડિયન ઈસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માં એક વિવાદ ઉભો થઈ ગયો છે. આ કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓની હોસ્ટેલની જૂની ઈમારત તોડીને નવા ડોરમિટરી બનાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 1960માં અમેરિકન આર્કિટેક્ટ લુઈસ કાહ્ય દ્વારા નિર્મિત જૂની બિલ્ડિંગ કેમ્પસની પ્રતિષ્ઠા છે અને તેને તોડી પાડવાનો નિર્ણય પરત લેવો જોઈએ.

પ્રશાસનનું કહેવું છે કે, આ જૂની બિલ્ડિંગને તોડી પોડવાનું મુખ્ય કારણ તે છે કે, આમાં પાછલા કેટલાક વર્ષોમાં ભારે નુકશાન થયું છે. 2001ના ભૂકંપ પછી બિલ્ડીંગનું માળખું નબળું થઈ થઈ ગયું છે. તે ઉપરાંત જે નવી બિલ્ડીંગ બનાવવામાં આવશે, તે વધારે વિદ્યાર્થીઓને રાખવાની ક્ષમતા રાખશે. જ્યાં જૂની હોસ્ટેલ કોમ્પ્લેક્સમાં માત્ર 500 વિદ્યાર્થીઓ જ રહી શકતા હતા, ત્યાં નવી બિલ્ડીગમાં 800 વિદ્યાર્થી રૂમ બનાવવામાં આવશે.

કહેવામાં આવે છે કે, પ્રતિષ્ઠિત ઈમારતોને તોડવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે મુંબઈની એક કંપની સોમાયા એન્ડ કલપ્પા કન્સલ્ટેન્ટ (SNK) પહેલાથી અમદાવાદ IIMમાં જૂના ડોર્મ્સ, કેમ્પસની વિક્રમ સારા ભાઈ લાઈબ્રેરી અને ફેક્ટલી-પ્રશાસનિક બ્લોક્સની મરમ્મત કરી રહી છે. 2014માં એક પ્રતિયોગિતા પછી આ કંપનીને કેમ્પસના રિનોવેશનનું કામ સોંપવામાં આવ્યું હતું. પાછલા વર્ષે આ કંપનીને લાઈબ્રેરી રિનોવેશન માટે UNESCO એવોર્ડથી નવાજવામાં આવી હતી.

IIM-Aના આ નિર્ણય પર ઉભા થયેલા વિવાદ પછી સંસ્થાના નિર્દેશક પ્રોફેસર એરલ ડિસૂજાએ જૂના વિદ્યાર્થીઓને 11 પેજનો પત્ર લખ્યો છે. જેમાં તેમને જૂની બિલ્ડીંગ તોડવાના કારણ જણાવ્યા છે. પત્રામાં કહેવામાં આવ્યું છે કે,જૂની બિલ્ડીંગમાં રહેવું મુશ્કેલ થઈ રહ્યું હતું, કેમ કે તેના કોંક્રીટ અને સ્લેબ સતત તૂટી રહ્યાં છે જેમાં લોકોના જીવ પર ખતરો ઉભો થઈ શકે છે.

(5:19 pm IST)