Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

‘બેટી બચાવો, બેટી પઢાઓ'ના નારા વચ્‍ચે ગુજરાતમાં 15 થી 49 વર્ષની માત્ર 33.8 ઠકા મહિલાઓએ જ 10 વર્ષ કે તેથી વધુ સ્‍કૂલનો અભ્‍યાસ કર્યાનું ખુલ્‍યુ

અમદાવાદ: બેટી બચાવો બેટી ભણાવોના નારા વચ્ચે રાજ્યમાં 15 થી 49 વર્ષની માત્ર 33.8 ટકા મહિલાઓએ જ 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલનો અભ્યાસ મેળવ્યો હોવાની ચોકવનારી વિગતો સામે આવી છે. રાજ્યના એકપણ જિલ્લામાં 50 ટકા કે તેથી વધુ મહિલાઓએ 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલનો અભ્યાસ મેળવ્યો નથી.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની (NFHS-5) આંકડાકીય માહિતી પ્રમાણે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં માત્ર 23.6 ટકા મહિલાઓ જ 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલનો અભ્યાસ મેળવી શકી છે. જોકે શહેરી વિસ્તારમાં આ આંકડો લગભગ ડબલ થઈ જાય છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં 47.9 ટકા મહિલાઓએ 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલનો અભ્યાસ મેળવ્યો છે.

સાક્ષરતા દર અને 10 વર્ષ કે તેથી વધુ અભ્યાસમાં મોટો તફાવત

- રાજ્યમાં મહિલાઓનો સાક્ષરતા દર 75.6 ટકા જેટલો છે, પરંતુ જ્યારે 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલનો અભ્યાસ મેળવનાર મહિલાઓની ટકવારી માત્ર 33.8 ટકા જ છે.

પુરુષોમાં પણ આજ વસ્તુ જોવા મળી રહી છે. રાજ્યમાં પુરુષોની સાક્ષરતા દર 90.9 ટકા જેટલી છે, પરંતુ 10 વર્ષ કે તેથી વધુ સ્ફૂલિંગ મેળવનાર પુરુષોની ટકવારી માત્ર 45.6% છે.

રાજ્યમાં સ્કૂલિંગ મેળવનાર પુરુષો અને મહિલાઓના આંકડામાં તફાવત

- રાજ્યમાં 10 વર્ષ કે તેથી વધુ સ્ફૂલિંગ મેળવનાર પુરુષો અને મહિલાઓમાં 11.8 ટકાનો તફાવત જોવા મળ્યો છે. રાજ્યમાં 45.6 ટકા પુરુષો 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલિંગ અભ્યાસ મેળવે છે, જેની સામે મહિલાઓની ટકવારી માત્ર 33.8 ટકા છે.

- પાછલા 4 વર્ષમાં 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલિંગ મેળવનાર મહિલાઓની ટકવારીમાં માત્ર 0.8 ટકાનો વધારો

- પાછલા 4 વર્ષમાં 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલિંગ મેળવનાર મહિલાઓની ટકવારીમાં માત્ર 0.8 ટકાનો વધારો જ્યારે પુરુષોની ટકવારીમાં 2% નો વધારો જોવા મળ્યો છે.

વર્ષ 2015-16ના NFHS 4ની આંકડાકીય માહિતી પ્રમાણે, રાજ્યમાં 33.0 ટકા મહિલાઓએ 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલિંગ અભ્યાસ મેળવ્યો હતો, જે હવે 2019-20ના NFHS-5 મુજબ વધીને 33.8 ટકા જેટલું થયું છે.

NFHS -4 પ્રમાણે 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલિંગ અભ્યાસ મેળવનારા પુરુષોની ટકવારી 43.0 ટકા હતી જે હવે 2019-20ના NFHS-5માં વધીને 45.6 ટકા થઈ છે.

- રાજ્યના 13 જિલ્લામાં 30 ટકાથી ઓછી મહિલાઓ 10 વર્ષથી વધુ સ્ફુલિંગ મેળવે છે.

રાજ્યના કુલ 33 પૈકી 13 જિલ્લા એવા છે કે, જ્યાં 30 ટકાથી ઓછી મહિલાઓએ 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલિંગ અભ્યાસ મેળવ્યો છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 15.8 % મહિલાઓ જ 10 વર્ષ કે તેથી વધુ સ્કૂલિંગ મેળવ્યુ છે.

આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં -17.6%, છોટા ઉદેપુર જિલ્લામાં- 20.3%, નર્મદા-પાટણ જિલ્લામાં 22.6% અને સુરેન્દ્રનગર જિલ્લામાં 23.3 % મહિલાઓએ જ 10 વર્ષ કે તેથી વધુનો સ્કૂલિંગ અભ્યાસ મેળવતી હોય તેવું સામે આવ્યું છે.

(5:17 pm IST)