Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમદાવાદમાં કોરોના મહામારીના સમયમાં સાંતા ક્‍લોઝ દ્વારા માસ્‍કનું વ્‍તિરણ કરીને રોગચાળાથી બચવા સંદેશ

અમદાવાદ: સાંતા ક્લોઝ એટલે ગિફ્ટ આપનાર... બાળપણથી આપણા મગજમાં આ જ ઈમેજ છે. પરંતુ હવે સમયની સાથે નવા સાંતા ક્લોઝ સમાજ ઉપયોગી સંદેશા આપતા પણ થયા છે. કોરોના મહામારી વચ્ચે આ વર્ષે ક્રિસમસનો તહેવાર બેરંગ બન્યો છે. આવામાં અમદાવાદના રસ્તાઓ પર એક સાંતા ક્લોઝ ફરી રહ્યા છે. જેમની કોરોના ગિફ્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ સાંતા ક્લોઝ રસ્તા પર ફરીને નાગરિકોને અનોખી ગિફ્ટ આપી રહ્યાં છે. તેઓએ રસ્તે પસાર થતા લોકોને કોરોનાકાળમાં માસ્ક આપીને ખાસ મેસેજ આપી રહ્યાં છે.

સાંતા ક્લોઝ લોકોને મેસેજ આપી રહ્યાં છે કે, નાગરિકો માસ્ક પહેરી સુરક્ષિત રહે અને બીજાને પણ સુરક્ષિત રાખે. તો બીજી તરફ, નાગરિકો પણ સાંતા ક્લોઝાન કાર્યથી ખુશ થઈને માસ્ક પહેરતા જોવા મળ્યા હતા.

સાંતા ક્લોઝે કહ્યું કે, નાગરિકો માસ્ક પહેરે અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે. અમદાવાદીઓ માસ્ક પહેરવાની આદત પાડે તે માટે હું સાંતા ક્લોઝ બનીને માસ્ક આપું છું.

કોરોનાકાળમાં આગામી ક્રિસમસ તહેવારની ઉજવણી નહિ થાય ત્યારે આ સાંતા ક્લોઝનો આ પ્રયાસ અનોખો છે.

(5:15 pm IST)