Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ડભોડા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન વડોદરા ગામની સીમમાં બાવળાની ઝાડીઓમાં દરોડા પાડી 49 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા દારૃની હેરાફેરી વધી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વડોદરા ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં દારૃનો જથ્થો મુકયો હોવાની બાતમીના પગલે દરોડો પાડીને વિદેશી દારૃની ૧૦ પેટી સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. ૪૯ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને દારૃ કોણ ઉતારી ગયું હતું તે જાણવા માટે તપાસ શરૃ કરી છે.

નવા વર્ષની ઉજવણી પહેલા દારૃની હેરાફેરીના કિસ્સા વધી ગયા છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દારૃ સંબંધી માહિતી મેળવીને દરોડા પાડી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમયાન બાતમી મળી હતી કે વડોદરા ગામની સીમમાં આવેલા ફાર્મની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં વિદેશી દારૃનો જથ્થો ઉતારવામાં આવ્યો છે જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં અહીંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેમાં વડોદરા પાટીયા પાસે રહેતા મેહુલ ઉર્ફે જીગર અરવિંદજી ઠાકોરસાગર ભરતજી ઠાકોર અને દહેગામની વ્રજભુમિ સોસાયટીમાં રહેતા સન્ની અશોકભાઈ સીંધીને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૃની ૧૦ પેટી કબ્જે કરી હતી. જેમાં ૧૨૦ બોટલ મળી આવી હતી. દારૃ અને મોબાઈલ ફોન મળી ૪૯ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ દારૃ કોણે મોકલી આપયો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે તો ઝડપાયેલા ત્રણેય આરોપીના કોરોના ટેસ્ટ ના થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં નજરકેદ રાખવામાં આવનાર છે.

(5:04 pm IST)