Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સુરતના અલથાણ-ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં વેપારીના પુત્રએ ઓએલએક્સ પર વેચવા મુકેલ લેપટોપ ખરીદવાની લાલચ આપી એડવાન્સ પેમેન્ટના બહાને 96.999ની મતા ઉપાડી લઇ વિશ્વાસઘાત આચરતા ગુનો દાખલ

સુરત: શહેરના અલથાણ-ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીના પુત્રએ ઓએલએક્સ પર વેચવા મુકેલું લેપટોપ ખરીદવાની લાલચ આપી એડવાન્સ પેમેન્ટના બહાને ત્રણ વખત ક્યુઆરકોડ મોકલાવી ખાતામાંથી રૂા. 96,999ની મત્તા ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

અલથાણ-ભીમરાડ કેનાલ રોડ સ્થિત નેસ્ટ વુડ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. બી 1001માં રહેતા અને ઇલેક્ટ્રીક ઇકવીપમેન્ટ અને સેફ્ટી પ્રોડક્ટનો વેપાર કરતા ભાવેશ મનજીત બારોટના પુત્ર આરૂષે ગત તા. 10 ડિસેમ્બરે ઓએલએક્સ પર લેપટોપ વેચવા મુક્યું હતું. બે દિવસ બાદ આરૂષના પર મોબાઇલ નં. 7699161841 ઉપરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર ભેજાબાજે પોતે પલસાણા રહે છે અને લેપટોપ ખરીદવાનું કહી રૂા. 29,000નો ભાવ નક્કી કર્યો હતો. આ રીતે ભેજાબાજે એડવાન્સ પેમેન્ટના નામે ત્રણ વખત ક્યુઆરકોડ મોકલાવી કુલ રૂા. 96,999ની મત્તા ઉપાડી લીધી હતી. જેને પગલે ભાવેશ બારોટે સાઇબર ક્રાઇમમાં અરજી કરી હતી. આ અરજીના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:59 pm IST)