Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વડોદરા જિલ્લામાં રોયલ્ટી વગર રેતીની હેરાફેરી કરતી પાંચ ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા:જિલ્લામાં રોયલ્ટી વગર રેતીની હેરાફેરી કરતી પાંચ ટ્રકો તેમજ ઓવરલોડ બ્લેકટ્રેપ ભરેલી એક ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ખાણખનીજ વિભાગની વિવિધ ટીમો દ્વારા ગઇ રાત્રે  જિલ્લામાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોર-કાયાવરોહણ રોડ પર  ૧૯ મેટ્રિક ટન ભરેલી એક ટ્રકને રોકી ચાલક પાસેથી રોયલ્ટી પાસ માંગતા મળ્યો ન હતો. આ રેતી સંખેડા તાલુકાની લીઝ પરથી ગેરકાયદે ભરીને લવાઇ હતી જેનો કોઇ રોયલ્ટી પાસ બનાવાયો ન હતો. આ ટ્રકને સિઝ કરી દેવાઇ હતી.

આ ઉપરાંત રાયકા-ફાજલપુર રોડ પર એલ એન્ડ ટી કંપનીના  પ્લાન્ટ પાસે ત્રણ ટ્રકો રેતી ભરેલી મળી હતી. આ ત્રણે ટ્રકોના ચાલકો પાસે રોયલ્ટી પાસ ન હતાં. ત્રણે ટ્રકોમાં રેતી આણંદ જિલ્લામાંથી ભરીને આવી હતી. તેવી જ રીતે વડોદરા-જરોદ રોડ પર પણ રાત્રે ૨૦.૮૭૦ મેટ્રિક ટન રેતી ભરેલી ટ્રક ઝડપાઇ હતી. આ ટ્રકના ચાલક પાસે પણ રોયલ્ટી પાસ ન હતો અને તે ગેરકાયદે રેતી ભરીને પંચમહાલ જિલ્લાના કાળીડુંગરી ગામેથી લાવ્યો હતો.

(4:58 pm IST)