Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વડોદરામાં રાત્રી કરયુફયુ દરમ્યાન તસ્કરોનો તરખાટ: એક કલાકમાં કાપડના બે શોરૂમ સહીત 17 દુકાનના તાળા તોડી રોકડ સાથે માલસામાનની ઉઠાંતરી

વડોદરા: શહેરમા રાત્રિ કરફ્યુ અને શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે બાજવા-કોયલી રોડ ઉપર આતંક મચાવ્યો હતો. તસ્કરોએ એક કલાકમાં બાજવા-કોયલી રોડ ઉપર આવેલા સાગર રેસિ કમ પ્લાઝામાં ત્રાટકેલા તસ્કરો એક કલાકમાં રેડીમેઇડ કપડાંના બે શો રૂમ સહિત 17 દુકાનોના તાળાં તોડી રોકડ અને સામાન સહિત લાખોનો

વડોદરા નજીક બાજવા-કોયલી રોડ ઉપર પાંચ મજલી સાગર રેસી કમ પ્લાઝા નામનું કોમ્પ્લેક્ષ આવેલું છે. આ કોમ્પ્લેક્ષમાં 7 દુકાનો ધરાવતો રજવાડા રેડિમેઇડ કપડાંનોભવ્ય શો રૂમ, 5 દુકાનો ધરાવતો રેડીમેઇડ કપડાંનો ફેશન પોઇન્ટ નામનો શો રૂમ, પ્રોજેક્ટ હાર્ડવેર, ગુરૂકૃપા પાન કોર્નર ઉપરાંત ઇલેકટ્રોનિક્સ, ઇલેકટ્રીકલ સહિત વિવિધ ચિજવસ્તુઓના વ્યવસાયની દુકાનો આવેલી છે. રાત્રિ કરફ્યુ અને શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે 1 વાગે કોમ્પ્લેક્ષની દુકાનોને નિશાનબનાવી હતી. અને તે બાદ તબક્કાવાર એક કલાકના સમયમાં કોમ્પ્લેક્ષ સ્થિત 17 જેટલી દુકાનોના તાળાં તોડ્યા હતા અને દુકાનોમાંથી રોકડ તેમજ સામાનની ચોરી કરી ગયા હતા. ગૃરૂકૃપા પાન કોર્નરમાંથી રૂપિયા 1 લાખ કિંમતની સીગારેટો ચોરી કરી ગયા હતા.

(4:57 pm IST)