Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ડીસાના દાડમના વેપારી પાસેથી રૂ.૪૧ લાખની લૂંટ ચલાવીને હત્યા

હિન્દી ભાષી શખ્સો મૃતદેહને કેનાલમા ફેંકી દઇને નાશી છૂટયા

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા.રપ : ડીસાના દાડમના વેપારી સંતોકભાઇ માળીની રૂ.૪૧ લાખની લૂંટ ચલાવીને હત્યા કરાતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસર થરાદ કેનાલમાંથી ડીસાના વેપારી સંતોકભાઇ માળીની દોરડા વડે બાંધેલી હાથ અને ગળે ટુપો આપેલી લાશ નર્મદાની કેનાલમાંથી મળી આવી હતી પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી હત્યા પાછળ પોલીસને ઘેરૂ રહસ્ય જણાતા પોલીસે તપાસના ચક્રોગતીમાન કર્યા હતા મૃતકની સ્વીફટકાર રાધનપુર નજીકથી મળી આવી હતી મૃતકની સ્વીફટકાર કબજે કરી તપાસ હાથ ધરતા મૃતક વહેપારી ખેડુતોને દાડમના પૈસા આપવા રૂ. ૪૧ લાખ ઘરેથી લઇને નીકળતા મૃતકની પત્નિએ ફોન કરતા કોઇ હિન્દી ભાષામાં અજાણ્યા માણસો વાતચીત કરતા હતા અને ત્યારબાદ આ મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો હતો.

આ હત્યાથી લુંટનંુ રહસ્ય ગુંચવાઇ રહ્યું છે આરોપીઓ ફરાર થઇ ગયા છે સાથે રોકડ રકમના લાખો રૂપિયા પણ લઇ ગયા છે. આ રહસ્યમય હત્યામાં ફકત મૃતકની લાશ અને તેની ગાડી મળી છે. મોબાઇલ ગુમ જણાય .ેઆ અંગે મૃત્યુના ભાઇના જણાવ્યા અનુસાર કાશ્મીરથી કન્યા કુમારી સુધી ફુટનો ધંધો કરતા હતા અને આમાં કોઇ જાણ ભેદુ હોવાની શંકા વ્યકત કરાઇ છે

(3:56 pm IST)