Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગુજરાતમાં ગુજસીટોકના કાયદા હેઠળ ગેંગ સાથે સંડોવણી ધરાવતા

ગોંડલના જેલર સામે ગુનો નોંધી રિમાન્ડ મેળવતા ચકચાર

રાજકોટ, તા. રપ : ગોંડલ પંથકમાં હત્યા મારામારી ખંડણી સહિત અનેક ગુનામાં સંડોવાયેલ તેમજ ગોંડલ સબજેલ માં ખાણી પીણીની મહેફિલ યોજતા જેલ આઈ જી જડતી સ્કોડના દરોડા માં સપડાયેલા નામચીન કુખ્યાત નિખિલ દોનગા આણી સંગઠિત ગેંગ સામે ગુજસીટોક ની કલમ હેઠળ ગુના દાખલ કર્યા બાદ રિમાન્ડ મેળવી પુછપરછ દરમ્યાન વધુ સાગરીતોના નામ ખુલ્યા હતા.

આ કુખ્યાત ગેંગ ના ૧૧ સામે ગુના દાખલ કરી ૭ ને જેલભેગા કર્યા બાદ તપાસના અંતે જેલમાં આરોપીને સગવડ આપનાર ગોંડલ સબજેલના જેલર ડી.કે પરમારની બેદરકારી સામે આવતા અને જેલના કેદીઓને સતાનો દુરુપયોગ કરી સગવડ પુરી પડયાનું ગોંડલ ડીવાયએસપી પી.એ ઝાલા ની રાહબરી હેઠળની તપાસમાં ખુલ્યું હતું.

જેના પગલે રેન્જ આઈજીપી સંદીપસિંહ ના આદેશ અને રૂરલ  એસપી બલરામ મીનાની રાહબરીમાં  ગેંગને મદદ કરનાર જેલર ડીકે પરમાર સામે ગુજસીટોકના ગુના હેઠળ ધરપકડ કરી ૭ દિવસના રિમાન્ડ મેડવી તપાસ હાથ ધરતા સનસનાટી મચી ગઇ છે.

(3:55 pm IST)