Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ધો. ૧ માં ૬ વર્ષે પ્રવેશના નિયમ સામે વ્યાપક વિરોધઃ શિક્ષણ પરિષદ દ્વારા ૧ લાખ વાલીઓનું સહી ઝુંબેશ અભિયાન

અમદાવાદ, તા. ૨૫ :. ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ધો. ૧ માં પ્રવેશ માટે ૬ વર્ષની ઉંમરનો નિયમ ફરજીયાત કરવામાં આવ્યો છે. તેની સામે ગુજરાત શિક્ષણ પરિષદ દ્વારા વિરોધ કરાયો છે.

ગુજરાત શિક્ષણ પરીષદે સરકારના આ પરિપત્રથી ગરીબ વાલીઓના બાળકો સારી અંગ્રેજી શાળામાં અભ્યાસ કરી શકશે નહીં તેવો તર્ક રજૂ કરીને ધો. ૧માં ૬ વર્ષની પ્રવેશ મર્યાદા રદ કરવાની માંગ સાથે ૧ લાખ વાલીઓની સહી એકત્ર કરી છે. ગરીબ વાલીઓના બાળકો જૂનીયર અને સિનીયર કે.જી.માં વિનામૂલ્યે અભ્યાસ કરી શકે તેવુ અભિયાન હાથ ધર્યુ છે.

ગુજરાતમાં આ સહી ઝુંબેશને કારણે ગુજરાત સરકારને આ આર.ટી.ઈ. એકટ વિરોધી પરિપત્ર રદ કરવો પડશે અને ગરીબ બાળકોને જુનીયર કે.જી.ની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મફત શિક્ષણનો લાભ મળશે.

(3:08 pm IST)