Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જીટીયુની પરીક્ષામાં છાત્રોને પાણીની બોટલ અને સેનેટરાઇઝર લઇ જવાની છૂટઃ ૧ ખંડમાં ૧પ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઓફ લાઇન પરીક્ષાની તૈયારી શરૂ : માર્ગદર્શક સુચના જાહેર કરી

અમદાવાદ, તા., રપઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં ઓફલાઇન પરીક્ષા લેવા માટેની માર્ગદર્શીકા જાહેર કરી છે. કોરોનાની સ્થિતિમાં જીટીયુની પરીક્ષાની જવબદારી કોલેજના પ્રિન્સીપાલને સોંપાઇ છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ જાહેર કરેલ સુચનામાં વિદ્યાર્થીઓને પાણી બોટલ અને સેનેટાઇઝર લઇ જવાની છુટ આપવી. કોવીડ-૧૯ના મહામારીને કારણે અમલમાં આવેલ નવા નિયમોનું પાલન કરવું. પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને ૧ કલાક પહેલા સેન્ટરે પહોંચવુ. એક પરીક્ષા બ્લોકમાં ૧પ૦ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવી. દરેક સ્ટાફને આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની સુચના આપવામાં આવી છે.જીટીયુની પરીક્ષા સામે છાત્રો સંગઠનોએ ઓફલાઇન પરીક્ષા સામે વિરોધ કરી આંદોલન ચલાવ્યું છે ત્યારે જીટીયુ દ્વારા હાલ તો ઓફ લાઇન એકઝામની તૈયારી શરૂ કરી દીધી છે.

(3:07 pm IST)