Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ડેન્ટલના છાત્રોને આયુર્વેદ-હોમીયોપેથીમાં પ્રવેશની તક ન અપાતા ભારે આક્રોશઃ ડેન્ટલમાં ૪૪૫ બેઠકો આપી

ડેન્ટલમાં ખાલી રહેલ બેઠકો ભરવાની સત્તા કોલેજ સંચાલકોને સોંપાઈ

અમદાવાદ, તા. ૨૫ :. ગુજરાત રાજ્યમાં આયુર્વેદ કોલેજમાં જો પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય તો ડેન્ટલમાંથી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડે તે શકયતાને આધારે ડેન્ટલના વિદ્યાર્થીઓને આયુર્વેદમાં પ્રવેશની તક ન અપાતા ભારે આક્રોશ જોવા મળે છે.

ગુજરાતની મેડીકલ-ડેન્ટલ પ્રવેશ સમિતિ દ્વારા ગઈકાલે સત્તાવાર રીતે પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ડેન્ટલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ થશે નહીં અને આયુર્વેદ અને હોમીયોપેથીકની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજુરી આપવામાં આવશે નહીં. પ્રવેશ સમિતિની સૂચનાથી વિદ્યાર્થીઓમા ભારે નારાજગી ઉભી થઈ છે. પ્રવેશ સમિતિના કેટલાક નિયમો સામે વિદ્યાર્થીઓએ કોર્ટનું શરણ લીધુ છે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ડેન્ટલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી શકાશે નહી તેવી જાહેરાત કરી છે. હાલ ડેન્ટલમાં ૪૪૫ બેઠકો ખાલી છે. આ બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવી છે. કોલેજોએ આગામી તા. ૧૪ જાન્યુઆરી સુધીમાં આ બેઠકો ભરવાની રહેશે.

(3:06 pm IST)