Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

૫૦૦ કરોડ ની જમીન મામલે મહંતનું અપહરણ કરનાર ૪ શખ્સો અંતે પોલીસના પંજામાં : વોન્ટેડને પકડવા ભારે દોડધામ

અમદાવાદ ગ્રામ્યના ધૂમાં કબીર મંદિરના મહંતના અપહરણ બાદ સમગ્ર ગુજરાતમાં અનેક વિધ અનુમાનો અને અટકળો ની આંધી ઉઠેલ : આરોપીઓને ગણત્રીના સમયમાં કેવી રીતે ઝડપાયેલ? 'અકિલા' સમક્ષ અથ થી ઇતી સુધીનો ઘટના ક્રમ સાણંદના વિભાગીય વડા કે.ટી.કામરિયા વર્ણવે છે

રાજકોટ તા,તા.૨૫ : ૫૦૦ કરોડની કહેવાતી જામીન મામલે અમદાવાદ પંથકના કબીર આશ્રમના મહંતના અપહરણ અને ત્યારબાદ સર્જાયેલ અંનેક અનુમાનો અને અટકળોનો વચ્ચે સાણંદ પોલીસ ૪ ગણત્રીના સમયમાં  ૪ શખ્સો ને ઝડપી લય હાલ તુરત પૂર્ણ વિરામ મૂકયું છે.

 બોપલ પોલીસમાં જે આરોપીઓ સામે ગુન્હા દાખલ કરવા સહિતના ઝડપી કાર્યવાહી પોલીસ દ્વારા ઇન્ચાર્જ એસપી તથા વિભાગીય. વડા કે.ટી.કામરિયાના સીધા માર્ગદરશન હેઠળ થયેલ છે. રાજયભરમાં ચકચારી મામલે સાણંદ ડીવાયએસપી મૂળ મોરબી પંથકના વતની એવા કે.ટી. કામરિયાનો સંપર્ક સાધતા અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં  આખો ઘટના ક્રમ વર્ણવ્યો હતો.

ધુમા કબીર મંદીરના કુપાલશરણ ગોસ્વામી ઉ.વ.આશરે ૬૦ નાઓને ઘુમા ગામની સીમમા જુદા-જુદા  સર્વે નંબળો વાળી જમીનો આવેલ હોય જે જમીનો પચાવી પાડવા કે અન્ય કોઇ કારણસર એક સફેદ  કલરની બોલેરો ગાડીમા આવેલ ચાર અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર અટકાયતમા રાખવાના  ઇરાદાથી અપહરણ કરી લઇ ગયેલ અને સદર બનાવ અંગે સ્થાનીક પોલીસ તથા એસ.ઓ.જી તથા  એલ.સી.બીની અલગ અલગ ટીમો દ્વારા તાત્કાલીક તપાસ હાથ ધરતા મહંત શ્રી કૃપાલશરણ  ગોસ્વામી નાઓને શોધી કાઢી બનાવ સબંધે અપહરણ કરનાર (૧) જયંતીભાઇ નારણભાઇ ગોહીલ  ઉ.વ-૬૫ રહે.ખારાફુવા હોળી ચકલા ગજાનંદ બેન્ક પાસે ધોળકા તા-ધોળકા જી.અમદાવાદ (૨)  રઘુવીરસિહ પ્રતાપસિહ જાડેજા ઉ.વ.૪૬ મકાન નંબર-ઇ-૧૪ બાલાજી ગોલ્ડ સરકારી ટયુબવેલ પાસે  બોપલ તા-દશકોઇ જી.અમદાવાદ (૩) જિગ્નેશ ઉફે જીગો ચંન્દ્રકાન્તભાઇ શાહ ઉવ-૪૪  રહે.૨૩,પંચામુત અર્થ બંગ્લોઝ પાણીની ટાંકીની ગલીમાં સાયન્સ સીટી રોડ સોલા ,અમદાવાદ મુળ  રહે.પાટના કુવા,તા-દહેગામ જી.ગાંધીનગર (૪) અરવિંદભાઇ મફતભાઇ પટેલ ઉ.વ-પર રહે.૧૭ દેવ  દર્શન બંગલો દેના બેન્કના ખાચામા બોપલ તા-દશકોઇ જી.અમદાવાદ (૫) ઇશાન નરેશભાઇ પટેલ  ઉ.વ-૩૦ રહે.શિવજી મંદિર પાછળ વડી શેરી ધોળકા જી.અમદાવાદ (૬) રૂડાભાઇ ઉર્ફે રુદ્રભાઇ  ખોડાભાઇ ભરવાડ ઉ.વ-૩૧ રહે ,પીપળજ નેસડા પરા તા-સીટી અમદાવાદ શહેર (૭) મનોજભાઇ  રૂખડ્ભાઇ ભરવાડ ઉ.વ.૩૧ રહે ન્યુજીવન ભરવાડ વાસ કુબેરનગર અમદાવાદ વાળા નાઓએ દ્યુમા  ગામની સીમમા કબીર મંદિરના મહંત શ્રી કુપાલ શરણ ગોસ્વામી નાઓની માલીકીની જુદા જુદા સર્વે  નંબરો વાળી જમીનો આવેલ હોય જે જમીનો હડપ કરી લેવાના ઇરાદે કાવતરૂ કરી અપહરણ કરેલ  હોય ઉપરોકત નામ વાળા આરોપીઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી  કરવામા આવેલ છે તથા હાલ ગુનામા વોન્ટેડ આરોપીઓ બોલેરો ગાડી નંબર વગરની જેમા ડ્રાઇવર  તરીકે નીકુલ કનુભાઇ નાયક રહે ,ચીલોડા તથા તેની સાથે દેવેંદ્ર પુનમચંદ્ર ચોરસીયા રહે ચીલોડા  તથા અજય ભીમરાવ પાટીલ નાઓ હોવાન તપાસમા જણાયેલ હોય તેઓની ધરપકડ  કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે.

શ્રી કે.ટી.કામરિયા જણાવેલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની હદના ધુમાં કબીર મંદિરના મહંત કૃપાલ સરણ ગોસ્વામીજીનું જમીન મામલે કે બીજા અન્ય કોઈ મામલે સફેદ કલરના બોલેરો કારમાં અપહરણ કરવાની ઘટના બનતા પોલીસ એલસીબી અને sog સહિત ૪ ટીમો બનાવી આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરેલ. જેને નિર્ણય કારગત સફળ રહ્યો હતો. આરોપીઓની પૂછપરછ સાથે અન્ય બીજા આરોપીઓની પણ તુરંત સંકંજમાં લેવાશે. તેવો એ વિશેષમા આરોપીઓ અંગેની ઓળખ પણ આપેલ.

(3:06 pm IST)