Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કૃષિ કલ્યાણથી સુશાસન - ગુજરાત બાકીના રાજયો માટે દીવાદાંડીરૂપ બન્યું છે

કૃષિ ઇનપુટ સહાય, સાત પગલા ખેડૂત કલ્યાણના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન વિ. યોજનાઓની ખેડૂતોને સહાય

રાજકોટ : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપેઈના જન્મદિવસ નિમિત્ત્।ે ૨૫ ડિસેમ્બરે સમગ્ર દેશમાં 'સુશાસન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. સુશાસન માટે કટિબદ્ઘ રાજય સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

કૃષિ કલ્યાણની વાત કરીએ તો કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ થકી ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આજે રાજય દેશના વિકસિત અને મજબૂત ઉભરતા રાજય તરીકેની સિદ્ઘિ હાંસલ કરી દેશના બાકીના રાજયો માટે દીવાદાંડીરૂપ બન્યું છે. ગુજરાત રાજયનો વૃદ્ઘિદર રાષ્ટ્રના વૃદ્ઘિદર કરતા ઊંચો રહ્યો છે જેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો નોંધપાત્ર ફાળો રહેલો છે

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રાજય તેમજ કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને અપાતી વિવિધ સહાય, પ્રોત્સાહન તેમજ ખેડૂતોના અથાક પરિશ્રમ થકી આજે રાજય કૃષિના વિવિધ પાકોના ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં અગ્રેસર રહયું છે.

રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સહયોગથી ખેડૂતોને વિવિધ સ્તરે આપવામાં આવતી વિવિધ સહાયોમાં ખેડૂતોને કૃષિ ઇનપુટ સહાય, સાત પગલા ખેડૂત કલ્યાણના, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચમાં સહાય, પ્રાકૃતિક કૃષિ પદ્ઘતિ દ્વારા જીવામૃત બનાવવા માટે કીટમાં સહાય, ફળો શાકભાજીના છૂટક વિક્રેતાઓને વિના-મૂલ્યે છત્રી, રાજયના સીમાંત ખેડૂતો અને ખેત મજુરોને પરંપરાગત ખેતીને બદલે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ આપવાની યોજના, તારની વાડની યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ટેકાના ભાવ સહીત રાજય તેમજ કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતના કલ્યાણાર્થે કાર્યરત રહી છે.

રાજયમાં સુશાસન માટે સરકારશ્રી દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવે છે જેમાં ચિંતન શિબિર, જનસેવા કેન્દ્ર, સ્વાતંત્ર સુકાય પ્રોજેકટ, ગતિશીલ ગુજરાત, લોક સંવાદ સેતુ, ચિરંજીવી યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, ૧૦૮, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત, સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ મહોત્સવ, નિર્મળ ગુજરાત, ગરીબ કલ્યાણ મેળા, જયોતિગ્રામ યોજના, સોલાર રુફ ટોપ, વાઇબ્રન્ટ ગુજરાત, ઈ-ધરા, સુરક્ષા સેતુયોજના, વનબંધુ યોજના વગેરે જેવી પ્રજાલક્ષી યોજનાઓ દ્વારા રાજયમાં સુવ્યવસ્થિત રીતે સુશાસન અમલી કરેલ છે.

સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે 'સાત પગલા ખેડૂત કલ્યાણ' યોજનાના વિવિધ લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે.

(3:06 pm IST)