Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સ્થાનીક સ્વરાજની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસની કો-ઓર્ડીનેશન સહીત ૬ કમીટીની રચના

અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ સહીતનો સમાવેશ

રાજકોટ, તા., ૨૫: સ્થાનીક સ્વરાજની ચુંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસની કો.ઓર્ડીનેશન સહીત ૬ કમીટીની રચના કરી છે. જેમાં અમીત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ સહીત દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરાયો છે.

અર્જુનભાઇ મોઢવાડીયાએ ટવીટ કરીને જણાવ્યું હતુ કે સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, રાજીવજી સાતવે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી પ્રચાર અભિયાન સમીતીમાં મને જવાબદારી આપી છે. જેના માટે હું તેમનો આભારી છું.

કોંગ્રેસના અધ્યક્ષા સોનીયા ગાંધીએ ગુજરાતની આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને તાત્કાલીક અસરથી કેમ્પેઇન કમીટી, ચૂંટણી ઢંઢેરા સમીતી, વ્યુહરચના (સ્ટ્રેટેજી) સમીતી, ચૂંટણી મેનેજમેન્ટ કમીટી, મીડીયા અને પબ્લીસીટી કમીટી, પ્રોગ્રામ ઇમ્પિલમેન્ટેશન કમીટી અને કો-ઓર્ડીનેશન કમીટીની રચના કરી છે. કો-ઓર્ડીનેશન કમીટીના ચેરમેન પદે પ્રભારી રાજીવ સાતવ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત રપ સભ્યો ઉપરાંત હોદાની રૂએ રાજયસભાના સાંસદો, એઆઇસીસીના ગુજરાતના હોદેદારો અને વિદ્યાર્થી, મહિલા ુુયુવા પાંખના પ્રમુખનો સમાવેશ થાય છે.

નવી કમીટીઓમાં કેમ્પેઇન કમીટીના ચેરમેન પદે પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, મેનીફેસ્ટો કમીટીના ચેરમેનપદે દીપક બાબરીયા, સ્ટ્રેટેજી કમીટીના ચેરમેન તરીકે પુર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી, ઇલેકશન મેનેજમેન્ટ કમીટીના ચેરમેન તરીકે પુર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, મીડીયા એન્ડ પબ્લીસીટી કમીટીની જવાબદારી પુર્વ કેન્દ્રીય પ્રધાન ડો.તુષાર ચૌધરી અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમીટીના ચેરમેન તરીકે કદીર પીરઝાદાની નિમણુંક કરાઇ છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચુંટણી બાદ પ્રદેશનુ઼ માળખું વિખેરી નખાયું છે અને હજુ સુધી પ્રદેશના કોઇ હોદેદારની વરણી કરાઇ નથી. કોંગ્રેસ હાઇકમાન્ડે શુક્રવારે મોડી સાંજે જુદી જુદી કમીટીની જાહેરાત કરતા આગામી દિવસોમાં સંગઠન  માળખાની રચના પણ કરાય તેવી શકયતા છે.

(11:47 am IST)