Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સાવધાન : વલસાડ જિલ્લા પોલીસનો તખ્તો તૈયાર : નશા કરનારનો થશે કોરોના ટેસ્ટ

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાનું માર્ગદર્શન: નશા કરનારનો 'નશો ઉતારશે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : 31 ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. 31ડિસેમ્બરે સંઘ પ્રદેશમાંથી નશો કરી આવતા લોકોનું વધુ કડકાઈથી ચેકિંગ હાથ ધરાશે. સંઘ પ્રદેશ દમણ અને સેલવાસને અડીને આવેલ તમામ બોર્ડઓ પર ચેકિંગ વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં ચોરી છુપે ઘુસ્તા દારૂ પર પોલીસની બાજ નજર રાખીને દારૂનો જથ્થો ઘૂસતા અટકાવવામાં આવી રહ્યો છે.

31ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતના લોકો સંઘ પ્રદેશથી નશો કરી આવતા લોકો ઉપર પર સકંજો કસવા જિલ્લા પોલીસે તકતો તૈયાર કર્યો છે. વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ સંઘ પ્રદેશ અડીને આવેલી વલસાડ જિલ્લાની બોર્ડર ઉપર અને જિલ્લામાં 18 ચેકપોસ્ટ ચેકિંગ કરવામાં આવી રહી છે. સંઘ પ્રદેશમાંથી નશો કરી આવતા તમામ લોકો પર પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી જિલ્લા પોલીસ દ્રારા કરવામાં આવશે. પકડાયેલા તમામ લોકોને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન પણ કરાશે. પકડાયેલા તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને રાખવામાં આવશે.

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમની મદદ લઈને તમામ પીધ્ધડોના કોરોના ટેસ્ટ માટે વહીવટી તંત્ર દ્રારા દરેક પોલીસ સ્ટેશનને એક એક આરોગ્યની ટીમ રેપીડ ટેસ્ટ માટે આપવામાં આવશે. પકડાયેલા પીધ્ધડો પાસે સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેન કરવા પોલીસ મથકની નજીકમાં વાડી રાખીને પીધ્ધડો વચ્ચે સામાજિક અંતર રાખવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવશે. સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના આદેશ અનુસાર જિલ્લામાં એલસીબી, એસઓજી સ્થાનિક પોલીસ અને આરઆરસેલ તેમજ અન્ય સર્વેલન્સ ટીમ દ્વારા વલસાડ જિલ્લામાં ઘૂસતા દારૂ પર બાજ નજર રાખી દારૂ ઝડપવાના કામોમાં કડક કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેેેલાયો છે.

(10:53 am IST)