Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વઠિયાર કિસાન પ્રોડ્યુસર કંપની અને રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શંખેશ્વર મા ખેડૂત દિવસના અનુસંધાને ખેડૂત સમેલન નું આયોજન કરેલ

શંખેશ્વર : વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની ઓરૂમણાં ના ચેરમેન દજૂભાઈ નાડોદા એ સ્વાગત કરતા જણાવેલ કે છેલ્લા ચાર વર્ષથી આપણી ખેડૂત કંપની ખેડૂતોના વિકાસ માટે પ્રયત્નશીલ છે અને ખૂબ સારી નામના ધરાવેછે જે આપ બધાના સાથ સહકાર ના આધારે છે હજુ પણ કંપની ખૂબ પ્રગતિ કરશે જેમાં ચાલુ વર્ષ દરમિયાન બે મોટા પ્રોજેક્ટ મળ્યા છે જેમાં એક કેન્દ્ર સરકારની મદદ થી સિડ પ્રોસેસિંગ યુનિટ નું કાર્ય પ્રગતિમાં છે અને ભાવિ આયોજન માં દાળ મિલ બનાવવાના આયોજન સાથે આવા કાર્યો કરવા માટે નાબાર્ડ અને ખેતીવાડી ખાતાની મદદ થી આપણે ખૂબ સારા પ્રોજેક્ટો ડિઝાઇન કરી રહ્યા છીએ અને આપણે એમાં જરૂર સફળતા મેળવીશું એવી આશા વ્યક્ત કરી છે.

રીલાયન્સ ફાઉન્ડેશન ના જયરામભાઈ રબારી દ્વારા ખેડૂત દિવસ નું મહત્વ અને  ખેડૂતો ના સાચા દિવસો ક્યારે આવશે તે સંદર્ભે વાત કરતા ખેતીના  વિકાસમાં આધુનિકતા નું મહત્વ અને રસાયણ મુક્ત ખેતી કરી ખેડૂતોને પ્રગતિના પંથે ચાલવા ભલામણ કરેલ.
ખેડુત આગેવાન અને કિસાન સંઘ ના કાર્યકર્તા જગમાલભાઇ આર્ય દ્વારા ખેડૂતોને સંગઠિત થવા સાથે જાગૃત થવા આહવાન કરેલ
રીલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલભાઇ રાજગોર દ્વારા જણાવવામાં આવેલ કે રાસાયણિક થી મુક્તિ મેળવવાના સચોટ ઉપાયોમાં સૌથી કારગર અળસિયા નું ખાતર અને વેસ્ટ ડી કમ્પોસર થી છાણીયા ખાતર ને વિઘટિત કરી ને ખેતર માં ઉપિયોગ કરો જીવામૃત ગાય આધારિત ખેતી ગૌ અમૃતમ બેક્ટેરિયા ના ઉપિયોગ્ સાથે ડ્રિપ અને ફુવારા પદ્ધતિથી પિયત કરવું એ આ વિસ્તાર માટે ખુબજ લાભદાયી છે એવું જણાવેલ. કિસાન સંમેલન ના અંત માં
વઠિયાર કિસાન પ્રોડ્યુસર કંપની જે શંખેશ્વર માં કાર્યરત છે તે ખેડૂત કંપની વઢિયાર વિસ્તારના ખેડૂતોના આર્થિક અને સામાજીક વિકાસ સાથે ખેડૂતોને જાગૃત કરી ખેતીમાં નવી ટેકનીક ને અપનાવી ઓછા ખર્ચ અને વધુ આવક ના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે જે કંપની દ્વારા ખેડૂતોની જરૂરિયાત ના સાધન સામગ્રી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવમાં મળી રહે એવા ઉદ્દેશ્યો સાથે શંખેશ્વર માં એગ્રો સેન્ટર ચલાવી રહ્યું હતુ જેમાં ઘણા ખેડૂતો લાભ લઈ રહ્યા છે તે પ્રોડ્યુસર કંપની દ્વારા શંખેશ્વરના રાધે શોપિંગ સેંટરમા જે એગ્રો સેન્ટર કાર્યરત છે તેમનો વ્યાપ અને વ્યાપાર વધારવાના સુભાષય સાથે રીલાયન્સ ફાઉન્ડેશન ના માર્ગદર્શન માં સમુનતી અને ઇ-ફ્રેશ સાથે જોડાણ કરી બ્રાન્ડેડ ખાતર દવાઓ અને ખેત ઓજારોની ઓથોરાઈઝ એજન્સી મેળવી  જેમના જોડાણ થી હવે આ એગ્રો સેંટર (ખેડૂત વિકાસ કેન્દ્ર નું કાર્ય પણ કરશે જ્યાં ખેડૂતોને ખેતી લક્ષી માહિતી અને માર્ગદર્શન પણ મળશે) જે દુકાન નું નવીનીકરણ કરી આજે ઓપનિંગ કરવામા આવ્યુ આ કાર્યક્રમમાં 50 થી 60 ખેડૂતો કંપની ના સભાસદો હાજર રહેલ
વઢીયાર કિસાન પ્રોડ્યુસર કંપની ના ડાયરેક્ટર દજુભાઈ નાડોદા ધનાભાઈ ગોહિલ ભીખાભાઈ વઢેર જગમાલ ભાઈ આર્ય અને રીલાયન્સ ફાઉન્ડેશન ના જયરામ રબારી અને વ્રજલાલ રાજગોર તેમજ ખેતીવાડી વિસ્તરણ અધિકારી શંખેશ્વર તાલુકા ના ગોવિંદભાઈ ની હાજરીમાં કાર્યક્રમ સફળ બનાવેલ.

(8:44 am IST)